HomeBusiness"Developed Bharat Sankalp Yatra"/‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’/INDIA NEWS GUJARAT

“Developed Bharat Sankalp Yatra”/‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’/INDIA NEWS GUJARAT

Date:

કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગામે આવી પહોંચેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નું ભવ્ય સ્વાગત

લાભાર્થીઓ સાથે મંત્રીઓએ સંવાદ સાંધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા

સંકલ્પ યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રી

લોકોના જીવન બદલવાનું અને જીવન ધોરણ સુધારવાનું વિકસિત ભારત યાત્રાનું લક્ષ્ય: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

લાભાર્થીઓ સાથે મંત્રીઓએ સંવાદ સાધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા

કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશીપ યોજનાઓના લાભો જરૂરિયાતમંદ નાગરિકો સુધી તેમના ઘર આંગણે પહોંચે તેવા આશયથી સુરતના ઓલપાડ તાલુકાના સોંદામીઠા ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ આવી પહોંચ્યો હતો, જ્યાં કેન્દ્રીય રેલ્વે અને ટેક્ષટાઈલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની તેમજ ગ્રામજનોએ સંકલ્પ યાત્રાના રથનું ભવ્ય સ્વાગત કરી વિકસિત ભારતની સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી. ગામની મહિલાઓએ ઘરના આંગણે રંગોળી પૂરી તેમજ યુવાનોએ ફટાકડા ફોડી સંકલ્પ રથને વધાવ્યો હતો.


મંત્રીઓના હસ્તે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ કરાયું હતું. લાભાર્થીઓ સાથે મંત્રીઓએ સંવાદ સાધી યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા.


આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી દર્શનાબેને જણાવ્યું હતું કે, વિકસિત ભારત યાત્રાના માધ્યમથી સરકારની પ્રજાલક્ષી યોજનાઓના લાભો જનજન સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે. યાત્રાના રથ થકી જરૂરિયાતમંદ લોકોને વિવિધ યોજનાકીય લાભોથી લાભાન્વિત કરાઈ રહ્યા છે.
વધુમાં તેમણે જણાવ્યું કે, સોંદામીઠા ગામ મહિલા સમરસ ગામ બન્યું છે, ત્યારે ગામની મહિલાઓ મહિલા સશક્તિકરણની પ્રેરણા આપી રહી છે. દેશના વિકાસ માટે સો ટકા સેચ્યુરેશન પોઈન્ટ સુધી યોજનાકીય લાભો મળે એવા પ્રયાસોની વિગતો આપી તેમણે વ્યક્ત કરી વિકસિત ભારત સંકલ્પ યાત્રા દ્વારા મહિલા, યુવાઓ, બાળકો, કિસાનોનું ભવિષ્ય બદલાવવાનો શુભાશય જણાવ્યો હતો.


આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગંગાસ્વરૂપા બહેનોને દર મહિને રૂ.૧,૨૫૦ ની નાણાકીય સહાય આપી તેઓને સરકારે આર્થિક ટેકો આપ્યો છે, ત્યારે સોંદામીઠા ગામે આજે એક જ દિવસમાં ૨૮ ગંગા સ્વરૂપા મહિલાઓને લાભ આપવામાં આવ્યો છે. ઉપરાંત, એક જ દિવસમાં ૧૨૮ લાભાર્થીઓને આયુષમાન ભારતકાર્ડ, ૧૭ હળપતિ આવાસ, ૭ ટ્રાઈબલ આવાસ, ૧૮૮ કિસાનોને કિસાન સન્માન નિધિ યોજનામાં રજિસ્ટ્રેશન, ૧૦ વૃદ્ધોને વૃદ્ધ સહાય યોજનાનો લાભ અપાયો છે, જે સરાહનીય છે.
ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે, લોકોના જીવન બદલવાનું અને જીવન ધોરણ સુધારવાનું કાર્ય એ વિકસિત ભારત યાત્રાનું લક્ષ્ય છે. આ વિસ્તારના ધારાસભ્ય અને મંત્રી મુકેશભાઈએ ઓલપાડ વિધાનસભાની ૧૨ હજારથી વધુ ગંગાસ્વરૂપ મહિલાઓને પ્રત્યેકને માસિક રૂ.૧૨૫૦ ની સહાય અપાવવામાં મહત્વની ભૂમિકા અદા કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું છે એમ જણાવી તેમને મંત્રીએ અભિનંદન આપ્યા હતા.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી બી.કે. વસાવાએ સ્વાગત પ્રવચન કરતા સંકલ્પ યાત્રાનો હેતુ સમજાવી ઉમેર્યું કે, સુરત જિલ્લાના તમામ ગામોમાં તબક્કાવાર સંકલ્પ યાત્રા રથ પરિભ્રમણ કરી રહ્યો છે. તા. ૧૫મી નવે.થી આજ સુધીમાં સુરત જિલ્લાની ૫૬૬ ગ્રામ પંચાયતો પૈકી ૨૧૭ ગામોમાં રથ પહોંચ્યો છે. જેમાં કુલ ૧,૧૬,૬૩૨ લાભાર્થીઓને યોજનાકીય લાભોથી લાભાન્વિત કરવામાં આવ્યા છે એમ જણાવી જરૂરિયાતમંદ ગ્રામજનોએ વિવિધ યોજનાકીય લાભો મેળવવા અનુરોધ કર્યો હતો.

આ કાર્યક્રમમાં વિવિધ શાખાના અધિકારીઓએ પોષણ અભિયાન, પી.એમ કિસાન સન્માન નિધિ, કિસાન ક્રેડિટ કાર્ડ યોજના, વિશ્વકર્મા યોજના, આયુષ્યમાન કાર્ડ, જલ જીવન મિશન યોજના, અટલ પેન્શન યોજના, પ્રાકૃતિક ખેતી, પશુપાલન માટેની યોજનાઓ જેવી વિવિધ વિભાગોની યોજનાઓ વિષે વિસ્તૃત માહિતી આપીને તેનો લાભ લેવા પ્રોત્સાહિત કર્યા હતા.

મંત્રીઓ સાથે સંવાદ દરમિયાન પોષણ અભિયાન, પી.એમ.જે.વાય, હળપતિ આવાસ, ખેતીવાડી વિભાગના લાભાર્થીઓએ પોતાના અનુભવો જણાવ્યા હતા.
આ વેળાએ દેશના વિવિધ રાજ્યોમાંથી કાર્યક્રમમાં જોડાયેલા લાભાર્થીઓ સાથે વડાપ્રધાનએ જીવંત સંવાદ કર્યો હતો, જેનું ઉપસ્થિત સૌએ જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર આયુષ ઓક, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, નવસારી એસ.પી. સુશીલ અગ્રવાલ, અમદાવાદ દૂરદર્શનના ડિરેક્ટર(ન્યૂઝ) ધર્મેન્દ્ર તિવારી, જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, તા.પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, અગ્રણી બ્રિજેશભાઈ પટેલ, કુલદીપભાઈ, આંગણવાડી કાર્યકરો, આરોગ્ય સ્ટાફ, પ્રા.શાળાના શિક્ષકો અને અન્ય વિભાગના અમલીકરણ અધિકારીઓ-કર્મચારીઓ સહિત આસપાસના ગામના સરપંચો, ગ્રામજનો, લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Menopause: આ રોગને કારણે સ્ત્રીઓમાં પીરિયડ્સ બંધ થાય છે? આ એક ઉણપ શરીરને સડી જાય છે – INDIA NEWS GUJARAT

Menopause: મેનોપોઝ એ સ્ત્રીઓના જીવનનો એક મહત્વપૂર્ણ અને કુદરતી...

E-CIGARETTES VS  SMOKING : શું સિગારેટ કરતાં E-CIGARETTE વધુ જોખમી છે? જાણો તેની અસર

INDIA NEWS GUJARAT : સિગારેટના ધૂમ્રપાન કરતાં વેપિંગને ઘણીવાર...

Latest stories