સુરત ખાતે નેહરૂ યુવા કેન્દ્ર સુરત દ્વારા ‘પંડિત દીનદયાળ ઉપાધ્યાય’ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી
યુવાઓને આઝાદીના અમૃતકાળનાં ‘પાંચ પ્રણ’ વિશે જાણકારી આપવામાં આવી હતી.
કેન્દ્ર સરકારના યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય હેઠળ કાર્યરત નહેરૂ યુવા કેન્દ્ર-સુરત દ્વારા વનિતા વિશ્રામ યુનિવર્સીટી, સુરત ખાતે યુવાઓ માટે “શ્રી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ” કાર્યક્રમ યોજાયો હતો. જેમાં યુનિવર્સીટીના ૬૦ થી વધુ યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણીમાં ‘પાંચ પ્રણ’ વિશે જાણકારી આપવામાં આવી હતી અને તેમજ થીમ આધારિત પોસ્ટર મેકીંગ સ્પર્ધા યોજવામાં આવી હતી. સ્પર્ધામાં પ્રથમ ત્રણ વિજેતાઓને સર્ટીફીકેટ અને ઇનામ આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત યુવાઓ દ્વારા ‘પાંચ પ્રણ’ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં યુનિવર્સીટીના પ્રોવોસ્ટ શ્રી દક્ષેશભાઈ ઠાકર, NSS કો-ઓર્ડીનેટર નેહાબેન રાવલ , NSS સ્ટાફમાં અવનીબેન શાહ, જિલ્લા યુવા અધિકારી સચિન શર્મા, નેહરૂયુવા કેન્દ્ર-સુરતના સ્વયંસેવક મેહુલ ડોંગા અને ક્રેનીલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.