HomeBusinessCareer Guidance/જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન (કરિયર ગાઈડન્સ) સેમિનાર યોજાયો/INDIA NEWS...

Career Guidance/જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન (કરિયર ગાઈડન્સ) સેમિનાર યોજાયો/INDIA NEWS GUJARAT

Date:

જીવન ભારતી વિદ્યાલય ખાતે સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા કારકિર્દી માર્ગદર્શન (કરિયર ગાઈડન્સ) સેમિનાર યોજાયો

સુરત જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ ૨૪ શાળાઓના એક હજારથી વધુ વિદ્યાર્થીઓએ સેમિનારમાં માર્ગદર્શન મેળવ્યુંઃ

સમગ્ર શિક્ષા ગાંધીનગર પ્રેરિત સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા નાનપુરા સ્થિત આર.ડી.ઘાયલ જીવન ભારતી વિદ્યાલય ખાતે જિલ્લા શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ વોકેશનલ એજ્યુકેશન અંતર્ગત કારકિર્દી માર્ગદર્શન (કરિયર ગાઈડન્સ) સેમિનાર યોજાયો હતો. સેમિનારમાં સુરત જિલ્લાની સરકારી અને ગ્રાન્ટેડ ૨૪ શાળાના એક હજારથી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓ સહિત બી.આર.પી, ડી.આર.પી.ના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા પ્રોજેક્ટ કોર્ડિનેટર જીતેન્દ્રભાઈ જોશીએ સમયના સદુપયોગ વિશે માર્ગદર્શન આપતા વિધાર્થીઓને કહ્યું હતું કે, દેશના મિશાઈમેન ડો.એ.પી.જે અબ્દુલ કલામ કહેતા હતા કે, સપના એ નથી કે, જે તમે સુતી વખતે જુઓ છો, પરંતુ સપના એ છે જે તમને ઉધવા ન દે. જેથી વિદ્યાર્થીઓએ કરિયરનું લક્ષ્ય નક્કી કરીને તેને સિધ્ધ કરવા સતત મહેનત કરતા રહેવું પડશે. ભણતર, ગણતર, ઘડતર અને ચણતર આ બધાતો જીવનના અભિન્ન અંગો છે પણ સાથે સાથે જીવનનું ચોક્કસ નિર્ધારિત ધ્યેય નક્કી હોવું જરૂરી છે
વધુમાં જિલ્લા કોર્ડિનેટરે કહ્યું હતું કે, શિક્ષણના માધ્યમથી વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના સર્વાગીણ વિકાસની સાથે જ રાષ્ટ્રના સામાજિક, અધ્યાત્મિક વારસાનું જતન કરી શકીશું. આપણા જીવનની યાત્રામાં જો આપણે એક એક ક્ષણનો સદુપયોગ કરીને પોતાનાં કાર્યોને નિર્ધારિત સમયે પૂરાં કરીએ તો એનાથી સંતોષ તથા આનંદપૂર્વક આપણું જીવન વ્યતિત થાય છે.


શાળાના તજજ્ઞોના દ્વારા ધો. ૧૦ અને ૧૨ પછી થતા વિવિધ કોર્ષિશ વિશે ગાઈડન્સ આપવામાં આવ્યું હતું. જેમાં એન્જિનિયરિંગ, મેડિકલ, કોમર્સ, નર્સિંગ, આઈટી સેક્ટર, સહિત ૨૦૨૦ નવી શિક્ષણ નીતિમાં વોકેશનલ એજ્યુકેશન ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. શાળાકીય શિક્ષણમાં ‘સમગ્ર શિક્ષા – શાળાકીય શિક્ષણ માટેની એક સંકલિત યોજના’, કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ અમલમાં મૂકી રહ્યું છે. આ યોજના અર્થતંત્રના વિવિધ ક્ષેત્રો અને વૈશ્વિક બજાર માટે શિક્ષિત, રોજગારપાત્ર અને સ્પર્ધાત્મક માનવ સંશાધન તૈયાર કરવાના ઉદ્દેશ સાથે વ્યવસાયિક શિક્ષણને સામાન્ય શિક્ષણ સાથે સંકલિત કરવામાં આવી રહ્યું છે.
સેમિનારમાં વ્યવસાયિકલક્ષી શિક્ષણ અને કેરિયર ગાઈડન્સ તેમજ રોજગારલક્ષી અને અન્ય કલ્યાણકારી યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વોકેશનલ એજ્યુકેશન હેઠળ વિવિધ શાળામાં હેલ્થકેર, બ્યુટી એન્ડ વેલનેસ, રિટેલ, ટ્રાવેલ એન્ડ ટૂરીઝમ, ઓટોમોટિવ, કૃષિ, એપરલ મેડ-અપ્સ હોમ ફર્નિશિંગ, ઇલેક્ટ્રોનિક્સ અને હાર્ડવેરની તાલીમ આપવામાં આવી રહી છે.


આ પ્રસંગે જિલ્લા રોજગાર કચેરીના પ્રજ્ઞેશભાઈ પટેલ, જીવન ભારતી વિદ્યાપીઠના આચાર્ય પિન્કીબેન માળી, ઓઆઈ ભાવિષાબેન, ડીઈઓ કચેરીના અઘિકારી, આઈટીઆઈ તેમજ વિવિધ વોકેશનલ શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, જિલ્લાના બી.આર.પી, ડી.આર.પી. અને વોકેશનલ ટ્રેનર તેમજ વિવિધ શાળાના તજજ્ઞો જયેશભાઈ પટેલ, સંજયભાઈ, વિજયભાઈ સેમિનારમાં ઉપસ્થિત રહીને સહભાગી બન્યા હતા.

SHARE

Related stories

AYURVEDA WINTER DIET : જો તમે પણ શરદીથી પરેશાન છો તો આ 5 વસ્તુઓનું સેવન કરો

INDIA NEWS GUJARAT : હવે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી ઠંડીએ...

CLAPPING BENEFITS : જાણો તાડી પાડવાના ફાયદા

INDIA NEWS GUJARAT : તમે વહેલી સવારે ઉદ્યાનના કોઈક...

Latest stories