ઓલપાડ તાલુકામાં ‘આયુષ્માન ભવ:’ કાર્યક્રમ હેઠળ આરોગ્યલક્ષી યોજનાઓના લાભોનું વિતરણ કરતા વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ
“આયુષ્માન ભવ” કાર્યક્રમ અંતર્ગત સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મોર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઇ પટેલના હસ્તે આરોગ્ય તથા પોષણની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરાયું હતું. જેમાં ‘આયુષ્માન કાર્ડ’, ગંગાસ્વરૂપ બહેનો, વ્હાલી દીકરી, ટી.બી.ના દર્દીઓને પોષણક્ષમ આહાર જેવી યોજનાઓના લાભાર્થીઓને કીટ્નું વિતરણ કરાયું હતું. મંત્રીશ્રીએ રાજ્ય સરકારની આરોગ્યલક્ષી યોજનાઓ થકી છેવાડાના ગરીબ દર્દીઓને સારી અને આરોગ્યપ્રદ સેવાઓ મળી રહી હોવાનું જણાવીને વધુમાં વધુ આરોગ્યલક્ષી સેવાઓનો લાભ લેવાનો અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ઓલપાડ તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણભાઈ પટેલ, સરપંચ આશાબેન તથા ગામના મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ઓલપાડ તાલુકાનાં આરોગ્ય અધિકારીશ્રી ડો. કૃણાલ જરીવાલા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોરના તબીબી અધિકારીશ્રી ડો.ચાંદની કેશવાની તેમજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. અનિલ પટેલના માર્ગદર્શન અને સ્ટાફગણના સંકલન-સહયોગથી કાર્યક્રમ સફળ નીવડ્યો હતો.