HomeBusinessAn Interactive Meeting Was Held/ચેમ્બર દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ...

An Interactive Meeting Was Held/ચેમ્બર દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડી.એચ. શાહ (IAS) અને ઉદ્યોગકારો સાથે ઇન્ટરેકટીવ મિટીંગ યોજાઇ/India News Gujarat

Date:

ચેમ્બર દ્વારા ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડી.એચ. શાહ (IAS) અને ઉદ્યોગકારો સાથે ઇન્ટરેકટીવ મિટીંગ યોજાઇ

ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા શુક્રવાર, તા. ૧૧ ઓગષ્ટ, ર૦ર૩ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સંહતિ, સરસાણા, સુરત ખાતે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડી.એચ. શાહ (IAS) અને એડિશનલ જનરલ મેનેજર (માર્કેટીંગ એન્ડ પ્રોજેકટ્‌સ) હેતલ દેસાઇ તથા ઉદ્યોગકારો સાથે ઇન્ટરેકટીવ મિટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ફૂડ પ્રોસેસિંગ અને એગ્રીકલ્ચર ઇન્ડસ્ટ્રીના ડેવલપમેન્ટ માટે સરકારની સાથે મળીને કાર્યક્રમ કરવા તેમજ અન્ય કયા પ્રયાસો કરી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, ચેમ્બર ઓફ કોમર્સના માધ્યમથી ગુજરાતમાંથી ફૂડ એન્ડ એગ્રી પ્રોડકટના એક્ષ્પોર્ટ માટે, ફાર્મની પ્રોડકટને એક્ષ્પોર્ટ માર્કેટ પૂરું પાડવા, માર્કેટીંગ માટે ટેકનીકલી નોલેજ આપવા, કોલ્ડ ચેઇનનું મહત્વ સમજાવવા, મિલેટને પ્રમોટ કરવા, ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી પ્રોસ્પેકટસ, એગ્રી પ્રોડકટ માટે યુરોપ, યુએસએ અને જાપાનમાં લાયસન્સની માહિતી, ઓર્ગેનિક ફાર્મિંગ માટે પ્રોત્સાહન, એગ્રી અને ફૂડ પ્રોડકટ માટે સરકારી પ્રોત્સાહક યોજનાઓ, એફપીઓ કોન્સેપ્ટ, ફૂડ વેલ્યુ ચેઇન અને માર્કેટીંગ લીન્કેજની વિસ્તૃત જાણકારી ખેડૂતો સુધી પહોંચાડવા પ્રયાસો કરવામાં આવી રહયા છે અને હજુ વધુ પ્રયાસો કરવાની જરૂરિયાત છે તેના માટે સરકાર તરફથી પણ મદદ મળે તો વધુ અસરકારક પરિણામ મળી શકે.

ઉપરોકત પ્રયાસના ભાગ રૂપે ગુજરાત સરકાર દ્વારા યોજાતી વાઇબ્રન્ટ ઇવેન્ટની સાથે ચેમ્બર ઓફ કોમર્સના આ કાર્યક્રમને જોડવા માટે ચેમ્બર પ્રમુખે અનુરોધ કર્યો હતો. તેમણે સરસાણા ખાતે પ્લેટિનમ હોલમાં ૧૦૦૦ ખેડૂતો અને વેપારીઓ સાથે આ કાર્યક્રમનું આયોજન કરવા સૂચન કર્યું હતું અને તેમાં ફૂડ આંત્રપ્રિન્યોર્સની સાથે એમઓયુ પણ સાઇન કરી શકાય તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમની સાથે ઇવેન્ટ સંબંધિત ૧૦થી ૧પ સ્ટોલ રાખી નાનું એકઝીબીશન કરી શકાય અને ત્યારબાદ ફૂડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનનું મોટા પાયા ઉપર આયોજન કરી શકાય. તદુપરાંત ફૂડ વિષે અને તેના એક્ષ્પોર્ટ સ્પેસિફિક કોર્ષ ડેવલપ કરી દક્ષિણ ગુજરાતમાંથી પ૦૦ જેટલા ફૂડપ્રિન્યોર્સને ટ્રેઇન કરી શકાય તેમ વધુમાં જણાવ્યું હતું. તેમણે SGCCI ગ્લોબલ કનેકટ મિશન ૮૪ વિષે માહિતી આપી એગ્રો પ્રોડકટના એક્ષ્પોર્ટ માટે તેને સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના મેનેજિંગ ડિરેકટર ડી.એચ. શાહે જણાવ્યું હતું કે, ભારતના અર્થતંત્રના પાયા સમાન ખેડૂતોની એવરેજ ઉમર વધી રહી છે અને અત્યારે પ૦ વર્ષ છે. ગુજરાતના ૪પ ટકા ખેડૂતો નાના ગણાય છે. ઉત્પાદન બાદ તેઓ ફૂડ પ્રોસેસિંગમાં આવશે તો તેઓની સ્થિતિમાં સુધાર થશે. ખેડૂતોએ ખેતીમાં પણ વેલ્યુ એડિશન કરવાની જરૂર છે. વેલ્યુ એડિશનમાં કઇ પ્રોડકટનો સમાવેશ કરી શકાય તે અંગે વિચારવું પડશે અને તેઓને જાગૃત કરવા પડશે. ફિલીપાઇન્સમાં મગફળીના દાણામાંથી પણ પ્રોડકટ બનાવવામાં આવે છે ત્યારે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સેન્ટર ઓફ એકસલન્સની આવશ્યકતા છે.

લોકોમાં પણ મિલેટ બેઇઝ ફૂડ હેબીટ લાવવી પડશે ત્યારે જ લોકો લાઇફ સ્ટાઇલ રોગોથી મુકત થશે. એફપીઓ અંતર્ગત ૩૦૦ ખેડૂતોની કંપની રજિસ્ટર્ડ કરીને સામૂહિક ખેતી કરવા ટ્રેઇન કરી માર્કેટીંગ માટે એકટીવ કરી શકાય છે. ભારત સરકારની પ્રધાનમંત્રી ફોર્મલાઇઝેશન ઓફ માઇક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઇઝીસ સ્કીમ જેવી યોજનાઓની સાથે ગૃહ ઉદ્યોગોને જોડવા પડશે. બેંકોમાંથી લોન મેળવવા તેમજ એક્ષ્પોર્ટ કરવા માટે ખેડૂતોને માર્ગદર્શન આપવું પડશે તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે ચેમ્બર ઓફ કોમર્સની સાથે મળીને ફૂડ વિષે નવા કોર્ષ ડેવલપ કરવા પ્રયાસ કરવાનું જણાવ્યું હતું.

ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડના એડિશનલ જનરલ મેનેજર (માર્કેટીંગ એન્ડ પ્રોજેકટ્‌સ) હેતલ દેસાઇએ જણાવ્યું હતું કે, ભારત સરકારે કલસ્ટર ડેવલપમેન્ટ પ્રોજેકટ લોન્ચ કર્યો છે અને તેના અંતર્ગત દેશભરમાં ૧ર જેટલા કલસ્ટરને સિલેકટ કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતના કચ્છમાં કેસર માટે કલસ્ટર સિલેકટ કરાયો છે ત્યારે દક્ષિણ ગુજરાતમાં એગ્રી પ્રોડકટ માટે કલસ્ટર અંગે રિસર્ચ કરવા સૂચન કર્યું હતું, જેમાં ચીકુ તથા કેરી માટે કલસ્ટરની શકયતાઓ રહેલી છે. આ અંગે રિસર્ચ કરીને રિપોર્ટ આપવા માટે તેમણે ખેડૂત અગ્રણીઓને અનુરોધ કર્યો હતો.

ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા ઉદ્યોગ સાહસિકો તેમજ ખેડૂત અગ્રણીઓએ વિવિધ મૌખિક સૂચનો રજૂ કર્યા હતા. જેમાં મુખ્યત્વે કલાઇમેટ ચેન્જની અવેરનેસ, ખેતીમાં રિવર્સ માઇગ્રેશન, ઢાલ પ્રથા, સમૂહ ખેતી, ઇ–રેડીએશન પ્લાન્ટ, પ્રાઇમરી એગ્રીકલ્ચર કો–ઓપરેટીવ સોસાયટી વિષે લોકો તથા ખેડૂતોને જાગૃત કરવા તેમજ ડ્રોન ટેકનોલોજીમાં મહિલાઓને ટ્રેઇન કરી તેઓને રોજગારી આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મધમાખી ફર્ટિલિટીની સમસ્યા, ફળમાખી માટે ટ્રેપની વ્યવસ્થા, લેબોરેટરીની સુવિધા અને એક્ષ્પોર્ટ માટે Form Gને કારણે ઉદ્‌ભવતી સમસ્યાના નિવારણ માટે મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી.

ચેમ્બર ઓફ કોમર્સના ઉપ પ્રમુખ વિજય મેવાવાલાએ મિટીંગમાં ઉપસ્થિત સર્વેનો આભાર માન્યો હતો. ચેમ્બરના તત્કાલિન ભૂતપૂર્વ પ્રમુખ હિમાંશુ બોડાવાલા, માનદ્‌ ખજાનચી કિરણ ઠુમ્મર, ફૂડ એન્ડ એગ્રીટેક એકઝીબીશનના ચેરમેન કે.બી. પિપલીયા અને કો–ચેરમેન પરેશ ભટ્ટ, હિમાંશુ કિકાણી, રાજીવ ભટારકર, હેતલ બોડાવાલા તથા અન્ય ઉદ્યોગ સાહસિકો મિટીંગમાં ઉપસ્થિત રહયા હતા.

SHARE

Related stories

Latest stories