HomeBusinessAkshay National Award/ગોવાના રાજ્યપાલ શ્રીધરણ પિલ્લાઈના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે કેરળ સમાજમ...

Akshay National Award/ગોવાના રાજ્યપાલ શ્રીધરણ પિલ્લાઈના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે કેરળ સમાજમ દ્વારા અક્ષય નેશનલ એવોર્ડ સમારોહ યોજાયો/India News Gujarat

Date:

ગોવાના રાજ્યપાલ શ્રીધરણ પિલ્લાઈના અધ્યક્ષ સ્થાને સુરત ખાતે કેરળ સમાજમ દ્વારા અક્ષય નેશનલ એવોર્ડ સમારોહ યોજાયો

ગોવાના રાજ્યપાલશ્રી શ્રીધરણ પિલ્લાઈના અધ્યક્ષસ્થાને કેરળ સમાજમ-સુરત દ્વારા સાર્વજનિક યુનિવર્સિટી, એમટીબી કોલેજ કેમ્પસ સ્થિત તારામોતી હોલ ખાતે અક્ષય નેશનલ એવોર્ડ સમારોહ યોજાયો હતો.
કેરળ સમાજમ-સુરતના અધ્યક્ષ શ્રી સુનિલ નામ્બિયાર સહિત સુરતમાં વસતા કેરાલી નાગરિકોએ રાજ્યપાલશ્રીને સુરતમાં ઉષ્માભેર આવકાર્યા હતા.
આ પ્રસંગે કેરળ સમાજના કલાકારોએ કેરળની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતા મનમોહક નૃત્યો રજૂ કર્યા હતા.
આ પ્રસંગે કેરળ સાહિત્ય અકાદમીના પૂર્વ સેક્રેટરીશ્રી પાઈપારા રાધાકૃષ્ણન, અગ્રણીઓ કે.એસ.શ્રી કુમાર, ટોમી જોસેફ, દક્ષિણ ગુજરાતના વિવિધ મલયાલી વ્યાપારી એસોસિયેશનોના હોદ્દેદારો સહિત સુરતમાં વસતા કેરળવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories