HomeBusinessA Timeline Of Water Supply Developments/પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત/India News Gujarat

A Timeline Of Water Supply Developments/પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત/India News Gujarat

Date:

ઓલપાડ તાલુકામાં રૂ.૧.૮૩ કરોડના ખર્ચે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરતા વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

ઓલપાડ તાલુકાના રાજનગર ગામે રૂ.૬૮.૧૪ લાખના ખર્ચે નવનિર્મિત ૨ નંગ બોર અને ૫.૫ કિ.મી પાઈપલાઈનના કામનું લોકાર્પણ

નિહોળાનગર ખાતે ઓલપાડ ગૃપ ગ્રામ પંચાયતના રૂ.૧.૩૩ કરોડ વિવિધ વિકાસ પ્રકલ્પોનું ઇ-ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ

વિકાસકાર્યો અને જનલક્ષી યોજનાઓનો લાભ સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર : વનમંત્રી મુકેશભાઈ પટેલ

વન અને પર્યાવરણ, જળસંપતિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના હસ્તે ઓલપાડ તાલુકામાં કુલ રૂ.૧.૮૩ કરોડના ખર્ચે ગ્રામ પંચાયત અને પાણી પુરવઠાના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં રાજનગર ગામે રૂ.૬૮.૧૪ લાખના ખર્ચે ૨ નંગ બોર અને ૫.૫ કિ.મી પાઈપલાઈનના કામનું લોકાર્પણ, નિહોળાનગર ખાતે ઓલપાડ ગૃપ ગ્રામ પંચાયતના રૂ.૧.૩૩ કરોડ વિવિધ વિકાસના કામ પૈકી રૂ.૧.૧૪ કરોડના કામોનું ઈ-ખાતમુહૂર્ત અને રૂ.૧૮.૩૯ લાખના કામોનું ઈ-લોકાર્પણ મંત્રીએ કર્યું હતું.
આ પ્રસંગે મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, ઓલપાડ તાલુકો ઉત્તરોત્તર વિકાસના માર્ગે આગળ વધી રહ્યો છે, ત્યારે ગ્રામજનોને રસ્તા, વિજળી અને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે સરકાર સતત કાર્યરત છે. વિકાસકાર્યો અને જનલક્ષી યોજનાઓના સુચારુ અમલીકરણ દ્વારા વિકાસના ફળો સમાજના તમામ વર્ગોના લોકોને મળે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ તત્પર હોવાનું જણાવતાં જરૂરિયાત ધરાવતા ગામોને જોડતા રસ્તા બનાવી રોડ કનેક્ટિવિટી વધારવાની પણ મંત્રીએ ખાતરી આપી હતી.
મંત્રીએ જનઆરોગ્ય માટે સરકારે લીધેલા પગલાંઓ વર્ણવતા કહ્યું કે, આયુષ્યમાન કાર્ડ થકી લાખો લોકો સારવાર લઇ રહ્યા છે, ત્યારે રાજ્ય સરકારે આરોગ્ય સેવા માટે આયુષ્યમાન ભારત કાર્ડ પર કુલ ખર્ચની રકમ વધારીને રૂ.૧૦ લાખ સુધીની કરી છે. અગાઉ ગામડાઓમાં અપૂરતી આરોગ્ય સુવિધાઓના કારણે શહેર સુધી દવા અને સારવાર લેવા જવું પડતું હતું, પરંતુ હવે રાજ્ય સરકારે આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારીને, ઘરઆંગણે આરોગ્ય કેન્દ્રો બનાવી જનસુખાકારી સુનિશ્ચિત કરી છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું કે, સુરત જિલ્લાની ખેતી ઉકાઈ ડેમ આધારિત છે. જેથી એક જનપ્રતિનિધિ તરીકે કેનાલોનું નેટવર્ક વધારી, કેનાલોમાં પાણીની કેપેસિટી વધારવા સતત પ્રયાસો કર્યા છે. તેમણે ખેડૂતોને ક્રોપ પેટર્ન બદલવાનો મત વ્યક્ત કરતા પાણીની બચત સાથે નવા જમાનાના નવા પાકો વાવવા અને વધુ ઉત્પાદન મેળવવા ભારપૂર્વક જણાવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા શ્રેણીબદ્ધ વિકાસકામો થઈ રહ્યાં હોવાનું જણાવતાં મંત્રીએ જનપ્રતિનિધિઓ અને ગામના સરપંચ અને પંચાયતના સભ્યોને લોકોના સતત સંપર્કમાં રહી તેમની લાગણીઓ અને માંગણીઓ પર પૂરતું ધ્યાન કેન્દ્રિત કરવા સાથે વધુમાં વધુ વિકાસકામો સમયબદ્ધ રીતે પૂર્ણ કરવાં અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ અમિતભાઇ પટેલ, ઉપપ્રમુખ જશુબેન વસાવા,તાલુકા સંગઠન પ્રમુખ બ્રિજેશ પટેલ, તાલુકા સંગઠન મહામંત્રી કુલદીપભાઈ, ઇ.સરપંચ આનંદભાઇ કહાર અને સભ્યઓ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories