HomeAutomobilesConclusion of 'National Road Safety Month'/‘નેશનલ રોડ સેફટી માસ’નો સમાપન કાર્યક્રમ યોજાયો/INDIA...

Conclusion of ‘National Road Safety Month’/‘નેશનલ રોડ સેફટી માસ’નો સમાપન કાર્યક્રમ યોજાયો/INDIA NEWS GUJARAT

Date:

‘નેશનલ રોડ સેફટી માસ’નો સમાપન કાર્યક્રમ યોજાયો

ભાટિયા ચેકપોસ્ટ ખાતે ભારે વાહન ચાલકો તથા ટ્રક ટ્રેલર ડ્રાઈવર માટે હેલ્થ તથા આઇ ચેકઅપ કેમ્પ યોજાયો

રોડ અકસ્માત નિવારણ માટે લોકજાગૃતિ વધારવાના હેતુસર સુરત-RTO તથા નેશનલ હાઇવે ઓથોરિટી-સુરતના સહયોગથી ઉજવાતા ‘નેશનલ રોડ સેફટી માસ’નો સમાપન કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ભાટિયા ચેકપોસ્ટ ખાતે હેવી વાહન ચાલકો, ટ્રક ટ્રેલર ડ્રાઈવર માટે હેલ્થ તથા આઇ ચેકઅપ કેમ્પનું આયોજન કરાયું હતું. જેમાં વિનામૂલ્યે ચશ્મા વિતરણ કરી ડ્રાઈવરોમાં ડાયાબિટિસ અને મોતીયાનું નિદાન કરી આપવામાં આવ્યુ હતું. સાથે જ વિનામૂલ્યે સેફટી જેકેટ વિતરણ કરાયા હતા.


આ કાર્યક્રમમાં આરટીઓ કચેરીના રોડ સેફ્ટી નોડલ કે.બી.પટેલ, આસિસ્ટન્ટ ઇન્સ્પેકટર એન.પી.પટેલ, ડી.બી.અસારી તેમજ રોડ સેફ્ટી ટ્રેનર બ્રિજેશ વર્મા, નેશનલ હાઇવે ઓથોરિટીના મેનેજર અજય સોની સહિત આરટીઓના અધિકારી/કર્મચારીઓ, હોસ્પિટલના કર્મચારીગણ અને મોટી સંખ્યામાં ડ્રાઈવરો ઉપસ્થિત રહ્યા હતા.

SHARE

Related stories

Latest stories