HomeGujaratWomen's Day: મહિલા દિવસે જ આશા વર્કરોનું વિરોધ પ્રદર્શન -India news gujarat

Women’s Day: મહિલા દિવસે જ આશા વર્કરોનું વિરોધ પ્રદર્શન -India news gujarat

Date:

Women’s Day

મહિલા દિવસે જ આશા વર્કરોનું વિરોધ પ્રદર્શન -India news gujarat

Women’s Day 

પર સુરતમાં આશાવર્કર મહિલાએ રેલી કાઢી સરકાર વિરોધ ભારે સુત્રોચાર કાર્ય હતા. પોતાની પડતર માંગણીઓ પૂરી ન થતા આ મહિલાઓ રણચંડી બની હતી.અને કાળી પટ્ટી બાંધી વિરોધ નોંધાવ્યો હતો.

-LATEST NEWS

આશા વર્કરોએ રેલી કાઢી કર્યું શક્તિ પ્રદર્શન -India news gujarat

આજે આખો દેશ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વિવિધ ક્ષેત્રે કાર્યરત મહિલાઓને સન્માનિત કરવામાં આવી રહી છે. તો બીજી તરફ સુરતમાં મહિલાઓએ પોતાની માંગણીઓ અને હક્ક ને લઈ શક્તિ પ્રદર્શન કર્યું હતું. છેલ્લા કેટલાય સમયથી આશાવર્કર બહેનો પોતાના માદન વેતન વધારવાની માંગ કરી રહી છે.પરંતુ હજી સુધી તેઓની માંગ સંતોષવામાં આવી નથી.જેના લઈ મોટી સંખ્યામાં આશાવર્કર મહિલાઓને ભેગા થઈ કલેકટર કચેરી પોચી વિરોધ નોંધાવ્યો હતો. -LATEST NEWS

બેનરો અને કાળી પટ્ટી બાંધી સુત્રોચાર -India news gujarat

આજ રોજ મોટી સંખ્યામાં આશાવર્કરો રેલી કાઢી કલેકટર કચેરી પોહોંચ્યા હતા.હાથમાં બેનરો અને કાળી પટ્ટી બાંધી કલેકટર કચેરી બહાર ઉગ્ર દેખાવ કર્યા હતા, અને સરકાર વિરૂધ્ધ ભારે સુત્રોચાર કર્યા હતા.સાથેજ જણાવ્યું કે સરકાર પહેલા આશાવર્કરો ની માંગણી પૂરી કરે અને શોષણ બંધ કરે પછી જ ખરા અર્થમાં મહિલા દિવસની ઉજવણી કરે.

-LATEST NEWS

અગાઉ પણ આંગણવાડી બહેનોએ બજેટનું પુતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.-India news gujarat

થોડા સમય પહેલા લીંબાયતમાં  500 કરતાં વધારે આંગણવાડી બહેનોએ નાણામંત્રીએ રજૂ કરેલા બજેટમાં મહિલાઓની માંગ પૂર્ણ કરવામાં ન આવતા વિરોધ કર્યો હતો. આંગણવાડી મહિલાઓએ માનદ વેતન તરીકે 18,000 રૂપિયાની માંગ કરી હતી. પરંતુ હજી પણ માત્ર 7800 રૂપિયા ચૂકવવામાં આવે છે. તેમજ હેલ્પર બહેનોને 4200 રૂપિયા ચૂકવવામાં આવે છે. શહેરમાં આંગણવાડી વર્કર ઘણી મહિલાઓ 15થી 20 વર્ષથી ફરજ બજાવી રહી છે. છતાં પણ તેમને વેતન ખૂબ જ ઓછું આપવામાં આવી રહ્યું હોવાના આક્ષેપો મહિલાઓએ કર્યો હતો. અને બજેટમાં પણ તેઓની આ માંગ પૂરી કરવામાં ન આવતા બજેટ રજૂ થયા બાદ બજેટના પૂતળાદહન કરવાનો પ્રયાસ કર્યો હતો. અને શાસકોના વિરોધમાં સૂત્રોચ્ચાર કર્યા હતા.અને આગામી દિવસોમાં અમે ગાંધીનગર ખાતે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી .

-LATEST NEWS

આ પણ વાંચી શકો છોઃ Agriculture News : Farmers આધુનિકતા તરફ વધ્યા

આ પણ વાંચી શકો છોઃ Taal Group દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી

SHARE

Related stories

Latest stories