HomeGujaratToilet blockની દિવાલ પર ગણપતિ અને નર્મદના picture દોરાતા વિવાદ-India News Gujarat

Toilet blockની દિવાલ પર ગણપતિ અને નર્મદના picture દોરાતા વિવાદ-India News Gujarat

Date:

કાપોદ્રાના જાહેર Toilet blockની દિવાલ પર કર્યુ અક્કલનું પ્રદર્શન-India News Gujarat 

સુરત મહાનગરપાલિકાના વહીવટીતંત્ર દ્વારા હાલ શહેરભરમાં વોલ પેઇન્ટીંગ કરીને સુશોભિત કરવાનો કન્સેપ્ટ અમલમાં મૂકાયો છે. પંરતુ, આ કન્સેપ્ટમાં સ્થળ, સ્થિતિનું ભાન રાખ્યા વગર, વિવેક ચૂક કરીને કાપોદ્રા ખાતે, રવાણી ફેક્ટરીની સામે, ફ્લાય ઓવર બ્રિજની નીચે Toilet blockની દિવાલ પર વોલ પેઇન્ટીંગના નામે ગણપતિ બાપ્પા, કવિ નર્મદનું ચિત્રાંકન કરી દેવાયું હતું. Toilet blockની દિવાલ પર આ ચિત્ર જોઇને અનેક હિન્દુઓ, સુરતીઓની લાગણી દુભાઇ હતી.  આજે સોમવારે સાંજે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ  Toilet blockની દિવાલ પરથી ભગવાનું ચિત્ર દૂર કરી દીધું હતું.-India News Gujarat

 VHPની SMCને ચેતવણી -India News Gujarat

VHPના રાષ્ટ્રીય ખજાનચી દિનેશ નાવડીયાએ પાલિકાની વોલ પેઇન્ટીંગ કન્સેપ્ટની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે કાપોદ્રામાં Toilet blockની દિવાલ પર જે રીતે દેવાધીદેવ ગણેશ ભગવાન તેમજ સુરતના પનોતાપુત્ર વીર કવિ શ્રી નર્મદના ચિત્રોનું ચિત્રાંકન સ્થળ, સ્થિતિ, વિવેક જાળવ્યા વગર કરી દેવાયું હતું. હાલ તુરત તો વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓએ આ હિન્દુઓની લાગણી દુભાય એ પહેલા ભગવાનનું ચિત્ર દૂર કર્યું છે પરંતુ, વિશ્વ હિન્દુ પરિષદ ચેતવણી આપે છે કે હવે પછી જો વોલ પેઇન્ટીંગના ચિતરામણમાં હિન્દુ દેવી દેવતાઓ, સ્વતંત્રતાના લડવૈયાઓ કે અન્ય મહાપુરુષોના ચિત્રાંકનમાં વિવેક ભૂલવામાં આવશે તો એ સાંખી નહીં લેવાય.-India News Gujarat

સ્વચ્છતા સર્વેક્ષણ આવવાનું હોવાથી ભાન ભુલાયાની વાત- -India News Gujarat

સુરત શહેરમાં ટુંક સમયમાં જ સ્વચ્છતા સર્વેક્ષણ થવાનું છે અને આ સર્વેમાં જાહેર Toilet blockની સ્વચ્છતાથી લઇને અનેક માપદંડો ચકાસવામાં આવવાના છે. આવા સંજોગોમાં હાલમાં પાલિકા દ્વારા શહેરભરના Toilet blockની આસપાસની દિવાલોના બ્યુટીફિકેસનનું કામ કરવામાં આવી રહ્યું છે. આ સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને ખુબ સુરત બતાવવાની લ્હાયમાં જ કાપોદ્રા ખાતે આવેલા Toilet blockની દિવાલ પર લોકોની ધાર્મિક લાગણી દુભાય એવુ કૃત્ય કરવામાં આવ્યુ છે. જેના કારણે સમાજના વિવિધ ધાર્મિક સંગઠનો સહિત વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોમાં રોષ ફેલાયો છે. આગામી દિવસોમાં પાલિકાને સતર્કતા રાખવા માટે પણ ચિમકી આપવામાં આવી છે. -India News Gujarat

આપ આ પણ વાંચી શકો છોઃ-Taal Group દ્વારા વિશ્વ મહિલા દિવસની ભવ્ય ઉજવણી

આપ આ પણ વાંચી શકો છોઃ-Weed plant in Surat Civil; સુરત સિવિલ કેમ્પસમાંથી ગાંજાનો છોડ મળ્યો

 

SHARE

Related stories

The Entire Education Campaign : સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત રૂ. 45.20 કરોડના ખર્ચે 19 પ્રાથમિક શાળાઓનું ખાતમુહૂર્ત : INDIA NEWS GUJARAT

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલની ઉપસ્થિતિમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ...

Social Media : “સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર” : INDIA NEWS GUJARAT

"સોશિયલ મીડિયા અને વલસાડ-ડાંગના જનજાતિ યુથ પર તેની અસર'' રવિકુમાર...

Latest stories