Harassment: સમાજમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે. પાલનપુરમાં ખુલ્લામાં એક યુવતી ની છેડતીની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જોકે ભાગવા જતાં આ યુવકને હોમગાર્ડે પકડી પાડ્યો હતો.
Harassment: યુવક ભાગવા જતા હોમગાર્ડ જવાનોએ ઝડપી લીધો
પાલનપુરના જોરાવર પેલેસમાં આવેલ બગીચામાં એક યુવતીની એક યુવકે છેડતી કરી હતી. એટલુંજ નહીં પરંતુ યુવતીના હાથમાંથી મોબાઇલ જુટવીને પણ તોડી નાંખતા મામલો બિચક્યો હતો. ત્યારબાદ યુવક ભાગવા જતા, ત્યાંનાં હાજર હોમગાર્ડ જવાનોએ એને ઝડપી લીધો હતો. પાલનપુરમાં બનેલી ઘટનાની વિગત કેવી છે કે પાલનપુર જોરાવર ખાતે વિવિધ સરકારી કચેરીઓ આવેલી છે. જેથી દુર-દુરથી સરકારી કામ અર્થે આવતા અરજદારો ફુરસતના સમયે બગીચામાં બેસી સમય પસાર કરતા હોય છે. જેમાં એક યુવતી ત્યાં બેઠેલી હતી તે સમય દરમિયાન એક યુવકે તેની છેડતી કરી હતી અને યુવતીનો મોબાઇલ જુટવી લઈને તોડી નાંખ્યો હતો. જેથી ત્યાં હોબાળો મચી ગયો હતો.
જોકે ત્યાં હોબાળો થતાં યુવક ભાગવા જતા ત્યાંનાં ઉપસ્થિત હોમગાર્ડ જવાનોએ યુવકને ઝડપી લીધો હતો અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ પાલનપુરમાં છેડતીનો આ સપ્તાહની બીજી ઘટના બનતા પોલીસનો કોઈ ખોફ ન હોય એવું લાગી રહ્યું છે.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત