Slum Fire: અંજારના ખત્રી બજાર પાસે ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોકાવનારી ઘટના બહાર આવી છે. ત્યાં આવેલ મજૂરોના ૮ થી ૧૦ ઝૂંપડા માથાભારે શખ્સ કોન્ટ્રાક્ટ રફીક દ્વારા મજૂરોને જીવતાં સળગાવી દેતા ઝૂંપડા બળીને ખાંખ થઈ ગયા જેમાં સાત જેટલા બિલાડીના બચ્ચાં પણ બળીને મરી ગયા હતા.
ગરીબોને ધાક-ધમકી આપી છૂટક મજૂરી કરાવતો
અંજારમાં મજૂરોને દબાવી-ધમકાવી મફતમાં મજૂરી કરાવી લેતાં માથાભારે શખ્સની દાદાગીરીને વશ થવા મજૂરોએ ઈન્કાર કરતાં આ માથાભારે શખ્સે મજૂરોને જીવતાં સળગાવી દેવા તેમના ઝૂંપડાઓને આગ ચાંપી હોવાની ચોકાવનારી ઘટના બહાર આવી છે. અંજારના ખત્રી બજાર નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં આગ લાગતાં જોતજોતામાં આઠથી દસ ઝૂંપડા સ્વાહા થઈ ગયાં હતાં. સદભાગ્યે ઝૂંપડામાં રહેતાં બારેક શ્રમિક પરિવારો બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો. જ્યારે બિલાડીના 7 બચ્ચાં જીવતા સળગી ગયા હતા.
આગમાં તેમની તમામ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે તેની જ્વાળાઓ વીજ લાઈનને સ્પર્શતાં વીજ લાઈનમાં પણ ધડાકાઓ થવા માંડ્યા હતાં. ફાયર બ્રિગેડની ટીમે દોડી આવી આગ ઓલવી નાખી હતી. પરંતુ ઝૂંપડાઓ સંપૂર્ણપણે ખાખ થઈ ગયાં હતાં. ઘટના બદલ શ્રમિક પરિવારોએ નજીકમાં રહેતાં મોહમ્મદ રફીક હાજી કાસમ કુંભાર નામના માથાભારે શખ્સે આગ ચાંપીને તેમની છત્રછાયા છીનવી લીધી હોવાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Slum Fire: દુર્ઘટનામાં સાત જેટલા બિલાડીના બચ્ચાં પણ બળી ગયા
શ્રમિકોએ રોષભેર જણાવ્યું કે રફીક અવારનવાર અહીં આવી ગરીબ યુવાનો અને મહિલાઓને ધાક-ધમકી આપી છૂટક મજૂરી માટે સાથે આવવા ફરજ પાડતો હોય છે. મજૂરીના રૂપિયા પણ તે ખાઈ જતો હોવાથી. શનિવારે રાત્રે રફીક મજૂરીએ જવા માટે કહેવા આવ્યો ત્યારે સૌ શ્રમિકોએ એકસંપ થઈને તેની દાદાગીરીનો ઉગ્ર વિરોધ કરીને તેની સાથે મજૂરીએ જવા સાફ ઈન્કાર કરી દીધો હતો. જેથી રફીકે તેમને ઝૂંપડા સાથે જીવતાં સળગાવી દેવાની ધમકી આપી હતી. અને સૌ શ્રમિકો તેમના બાળબચ્ચાં સાથે સૂતાં હતાં ત્યારે રફીકે પેટ્રોલ જેવો જ્વલનશીલ પદાર્થ રેડીને ઝૂંપડાઓને આગ લગાડી દીધી હતી.
દુર્ઘટનામાં એક ઝૂંપડામાં જ વિયાયેલી એક બિલાડી અને તેનાં ૭ બચ્ચાં જીવતાં હોમાઈ ગયાં હતાં. શ્રમિકો રોષભેર અંજાર પોલીસ મથકે ધસી ગયાં હતા. પોલીસે બદરીનાથ ગંગારામ યાદવ નામના યુવકે નોંધાવેલી ફરિયાદના આધારે રફીક સામે જુદીજુદી ઈપીકો કલમ હેઠળ ગુનો નોંધી તેને અંદર કરી દીધો છે.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત