Smart Teaching: વાત કરીયે એવી શાળાની કે જ્યાં ચાઈનીઝ, રોમન, જાપાનીઝ સહિત 7 ભાષા કડકડાટ બોલે છે વિદ્યાર્થીઓ. સુરતનાં માંગરોળ તાલુકાના ઝાંખરડા ગામની સરકારી પ્રાથમિક શાળાના બાળકોએ શિક્ષકોના અથાગ પ્રયાસો અને માર્ગદર્શનથી સ્માર્ટ શિક્ષણની વ્યાખ્યાને મૂર્તિમંત કરી છે. શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ શેત્રે આધુનિક શિક્ષણ સંસાધનો અને ભૌતિક સુવિધાથી સજ્જ મોટું નામ ધરાવતી ખાનગી શાળાઓને આદિવાસી વિસ્તારમા આવેલા નાનકડા ઝાંખરડા ગામની સરકારી પ્રાથમિક શાળા ટક્કર આપી રહી છે.
બાળકો વૈદિક ગણિતના પણ જાણકાર
નાનકડા ઝાંખરડાગામની આ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ ચાઈનીઝ, રોમન, અંગ્રેજી. જાપાનીઝ સહિત ૭ ભાષા પર પ્રભુત્વ ધરાવે છે. ઉપરાંત આશ્ચર્ય ચકિત થઈ જઈએ તે રીતે વૈદિક ગણતરીથી આંગળાના વેઢે કેલ્ક્યુલેટર કરતા પણ તેજ ગતિથી સચોટ ગુણાકાર ભાગાકાર કરે છે.શાળાના ધોરણ-૧થી ૫ના વિદ્યાર્થીઓને વિદેશી ભાષાઓ સહિત જુદી-જુદી સાત ભાષામાં માસ્ટર બન્યા છે. બોલપેનનો ઉપયોગ કર્યા વિના મોઢે જ સડસડાટ ગુણાકાર, ભાગાકાર કરી સચોટ જવાબ આપે છે. બાળકો માટે કોમ્પ્યૂટર લેબ, સ્માર્ટ ક્લાસરૂમ, પ્રોજેકટર, આઉટડોર રમતો રમવા માટેનું ગ્રાઉન્ડ, ગાર્ડન, પ્રાર્થના ખંડ, ભોજન ખંડ, પીવાના શુદ્ધ પાણી માટે મિનરલ પ્લાન્ટની વ્યવસ્થા ઉપબલ્પ છે.
બાળકોમાં શિક્ષણ ભૂખ ઉઘાડનાર આ પ્રાથમિક શાળાના આચાર્ય મોહમ્મદ સઈદ ઈસ્માઈલ મૂળ પલસાણા તાલુકાના બલેશ્વર ગામના વતની છે. હાલ ફરજના ભાગરૂપે ઝાંખરડા ગામે સ્થાયી થયા છે. ગામમાં આવ્યા બાદ ગામના લોકોને શિક્ષણ પ્રત્યે જાગૃત કર્યા અને તમામ બાળકોને શાળા સુધી પહોંચતા કરવાનું પહેલું કામ કર્યું છે. બાળકોમાં સંસ્કારોનું સિંચન અને ભાર વગરનું ભણતર જોઈને ગ્રામજનોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
Smart Teaching: ગુજરાતમાં એક માત્ર ઝાંખરડાની શાળામાં ૭ ભાષાનું જ્ઞાન
600 ની વસ્તી ધરાવતા ઝાંખરડા પ્રા. શાળામાં ધો. ૧થી ૫માં હાલ 85 બાળકો અભ્યાસ કરી રહ્યા છે. લગભગ સમગ ગુજરાતમાં એક માત્ર ઝાંખરડાની સરકારી શાળામાં બાળકોને 7 ભાષા શીખવવામાં આવે છે. વૈદિક ગણિતમાં બાળકોને પણ રસ પડતા ગણિતનો વિષય તેમને સરળ લાગી રહ્યો છે. , બાળકો ગણિત અને અંગ્રેજી વિષયમાં વધુ હોશિયાર છે. ચાઈનીઝ અને રોમન ભાષા જાણે માતૃભાષા હોય એવી રીતે લખે અને બોલે છે. બાળકો શાળામાં આવે તે પહેલા શ્રેણીબદ્ધ રીતે એક હરોળમાં મંદિરે જઈ કપાળ પર તિલક કરે છે.
સ્કૂલ છૂટયા બાદ ઘરે જઈને તમામ બાળકો દ્વારા માતાપિતાને સ્વહસ્તે પાણી પીવડાવવું ફરજિયાત છે. જેમાં બે-બેની ટુકડીમાં એકબીજાના ઘરે જવાનું હોય છે. જેથી માતા-પિતાને પાણી પીવડાવવામાં આવે છે કે નહીં તેનું ધ્યાન રાખી શકાય. સાથે જ માતાપિતાને રોજ પગે લાગી આશીર્વાદ લઈ શાળાએ આવવું. જમવા પહેલા હિન્દુ બાળકોએ ભગવદ ગીતા વાંચવી અને ઘરના લોકોને વાંચી સંભળાવવી તેમજ મુસ્લિમ બાળકોએ બપોરે નમાઝ પઢી જમવા બેસવું જેવા અનેક નિયમોનું શાળા દ્વારા બાળકોને પાલન કરવવામાં આવે છે.
Smart Teaching: કરોડોના હિસાબી દાખલા આંગળીને ટેરવે ગણી નાખે
શાળાના શિક્ષકો ને જયારે ઇન્ડિયા ન્યુઝની ટીમ દ્વારા પૂછવામાં આવ્યું કે બાળકો આટલી ભાષા અને સડસડાત જવાબ વિશે તો શિક્ષકોએ જણાવ્યું શરૂઆતમાં બાળકોને ખુબ અઘરી લાગતી આ વિદેશી ભાષાઓ શીખવામાં સરળતા થાય એ માટે ચાઈનીઝ અને રોમન ભાષામાં એબીસીડી અને કક્કા તથા રોમન અંકો તૈયાર કરી તેના ભીંતચિત્રો બનાવી દીવાલો પર લગાવ્યા હતા. જેથી ફ્રી ટાઈમમાં બાળકો આ ચિત્રો જોઈને ભાષાના નિયમો કંઠસ્થ કરે. બાળકો હાલ પ્રાથમિક શિક્ષણ સાથે શાળામાં આઈ.પી.એસ કે આઈ.એ.એસ.ની તૈયારીઓ કરી રહ્યા હોય એવો અનુભવ થાય છે.
રાજ્ય સરકારે ગુજરાતની શાળાઓમાં ધોરણ ૬થી ૧૨માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શ્રીમદ્ ભાગવત ગીતાનું જ્ઞાન આપવા અંગે સત્તાવાર જાહેરાત કરી છે. પરંતુ ઝાંખરડાની સરકારી પ્રાથમિક શાળામાં છેલ્લા ૧૨ વર્ષથી મુસ્લિમ શિક્ષક દ્વાર હિન્દુ બાળકોને શ્રીમદ્ ભાગવત ગીતાના પાઠ શીખવીને પારિવારિક મુલ્યોના બીજ પણ વાવી રહ્યા છે.
પ્રાચીન ગ્રંથોમાં જીવન જીવવાની જડીબુટ્ટી છે
મુસ્લિમ શિક્ષક અને આચાર્ય એવા શાહ મોહમ્મદ સઈદ માને છે કે આપણા પ્રાચીન ગ્રંથોમાં જીવન જીવવાની જડીબુટ્ટી છે. તેઓ કહે છે. હું આ શાળામાં ફરજ બજાવી રહ્યો છું. અભ્યાસ સાથે સંસ્કારી અને વ્યવહારૂ બનવું પણ આવશ્યક હોવાથી દરેક બાળકને શ્રીમદ્ ભગવત ગીતા આપવામાં આવી છે. જે બાળકો રાત્રે જમતા પહેલા એક પાનુ વાંચી પોતાના પરિવારના સભ્યોને પણ સંભળાવે છે. ઉપરાંત રવિવારના દિવસે પણ જ્યારે બાળકો શાળાએ આવે છે ત્યારે અમે ગામના એક ઘરે જઈને ભગવદ ગીતાના બે પાના વાંચીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. બાળકો આપણા પ્રાચીન વારસાને સાચવી રાખે, ધર્મગ્રંથોમાં પડેલા અનમોલ વિચારોને આત્મસાત કરી સભ્ય સમાજનો સભ્ય અને સુશીલ નાગરિક બને એ અમારો ધ્યેય છે.
તમે આ પણ વાંચી શકો છો :
તમે આ પણ વાંચી શકો છો :
Overbridge: ઓલપાડ ખાતે વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહર્ત