New Civil Hospital Incident: શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા બીમાર પુત્રની સાથે રહેતી માતા પર પંખો તૂટી પડતાં તેને પોતે જ સારવાર લેવાની નોબત આવી હતી. પરિવાર પર એક સાથે બે મુશ્કેલી આવી પડી હતી. હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં ચોથા માળે બનેલી આ ઘટનામાં પીઆઇયુ ઇલેક્ટ્રિક વિભાગને પંખો તૂટવા બાબતે તપાસ કરવા માટેના આદેશ અપાતાં કામગીરી શરૂ કરવામાં આવી હતી.
છાશવારે વિવાદમાં રહેતી સિવિલ હોસ્પિલમાં વધુ એક દુર્ઘટના
હમેશાની જેમ નવી સિવિલ હોસ્પિટલ વધુ એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં જૂની બિલ્ડિંગના ચોથા માળના J-4 વોર્ડમાં કડોદરાના વર્ષાબેન રમેશભાઈ રાઠોડ નામક મહિલા પોતાના પુત્ર જીગ્નેશને બીપીની બીમારી હોવાને કારણે તેને દાખલ કરવામાં આવ્યો હતો. જીગ્નેશની સાર-સંભાળ માટે તેની માતા વર્ષાબેન વોર્ડમાં સતત હાજર હતા.
New Civil Hospital Incident: સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પંખો ધરાસાઈ
આ દરમિયાન ગુરુવારે બપોરના સમયે વર્ષાબેન પર વોર્ડનો પંખો તૂટી પડ્યો હતો, જેના પગલે વર્ષાબેનને માથાના ભાગે ઈજા પહોંચતા સારવાર માટે ઇમરજન્સી વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવની જાણ સિવિલ તંત્રને થઈ હતી, જેથી તબીબી તંત્ર દ્વારા પીઆઇયુ ઇલેક્ટ્રિક વિભાગને હોસ્પિટલના તમામ પંખાની તપાસ કરવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઇને હાલમાં તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન જો કોઈ પંખામાં ખામી કે જોખમ જણાય તો તાકીદે રિપોર્ટ કરીને બદલી દેવા માટે પણ સૂચના આપવામાં આવી હતી.
જર્જરિત થઈ ગયેલી નવી સિવિલ હોસ્પિટલની બિલ્ડિંગમાં છાસવારે કોઈને કોઈ અકસ્માતો સર્જાતાં રહે છે ત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દી અને તેના સગા સહિત ડોકટરો અને તમામ સ્ટાફને માથે પણ આજ રીતે જોખમ રહે છે ત્યારે જૂની બિલ્ડિંગના વપરાશ બંધ કરીને અન્ય જગ્યાએ તમામ વોર્ડ સિફ્ટ કરવામાં આવે એ જરૂરી બન્યું છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: