HomeElection 24Ultimatum To Congress Party : અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું કોંગ્રેસને અલ્ટીમેટમ, ગઠબંધનમાં...

Ultimatum To Congress Party : અહેમદ પટેલના પુત્ર ફૈઝલનું કોંગ્રેસને અલ્ટીમેટમ, ગઠબંધનમાં ભરૂચ બેઠક પર આપનો ઉમેદવારનો વિરોધ – India News Gujarat

Date:

Ultimatum To Congress Party : આપના ઉમેદવાર આવશે તો હું સમર્થન નહીં કરું. – ફૈઝલ ચૈતર વસાવાએ કહ્યું- ‘કોંગ્રેસે સહમતી આપી દીધી છે’.

બંને પાર્ટીના ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો વચ્ચે સાબડીક યુદ્ધ

લોકસભા ચુંટણીની જાહેરાત પૂર્વ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે નો વિવાદ વધતો દેખાઈ રહ્યો છે.. સીટોની વહેચણી મુદ્દે બંને પાર્ટીના ચુંટણી લડવા ઇચ્છુક ઉમેદવારો વચ્ચે સાબડીક યુદ્ધ છેડાઈ ચૂક્યું છે.

Ultimatum To Congress Party : ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી

લોકસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થવાની વાતો ચાલી રહી છે. જો કે, આ ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ દ્વારા ભરૂચ બેઠક પર ચૈતર વસાવાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી દીધી છે. ચૈતર વસાવાએ પણ સત્તાવાર જાહેરાતની રાહ જોયા વગર જ લોકસભા ચૂંટણીની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. ભરૂચ બેઠક પર જ એક સમયના કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહૂમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ અને પુત્રી મુમતાઝ પટેલને કોંગ્રેસમાંથી પ્રબળ દાવેદાર ગણવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં આપ-કોંગ્રેસના ગઠબંધનને લઈ સત્તાવાર જાહેરાત થાય તે પહેલા જ. ફૈઝલ પટેલ દ્વારા ભરૂચ લોકસભા બેઠકને લઈ કોંગ્રેસને અલ્ટીમેટમ આપી દેવામાં આવ્યું છે.

ગઠબંધન થાય તે પહેલા જ ભરૂચ બેઠક પર ખેંચતાણ શરૂ

જો ભરૂચ બેઠક આપને ફાળવવામાં આવે તો આપના ઉમેદવારનું સમર્થન નહીં કરવાનો ફૈઝલે નિર્ણય કર્યો છે. ત્તો બીજી તરફ ભરૂચ બેઠક આપને ફાળવવા માટે ઈન્ડિયા ગઠબંધનમાં કોંગ્રેસ સહમતી આપી હોવાનો ખુદ ચૈતર વસાવા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ચૂંટણી સમયે સામાન્ય રીતે બે પક્ષો વચ્ચે થતા ગઠબંધન બાદ પાર્ટીઓ વચ્ચે સીટોની વહેંચણી થતી હોય છે. પરંતુ, ગુજરાતમાં તો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તે પહેલા જ ભરૂચ બેઠક પર ખેંચતાણ શરૂ થઈ ચૂકી છે. જો કે, આ ખેંચતાણ પક્ષો વચ્ચે નહીં પણ સંભવિત ઉમેદવારો વચ્ચે શરૂ થઈ છે.

Ultimatum To Congress Party : સતત 7 ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી

ભરૂચ લોકસભા બેઠક પર આઝાદીથી આજદિન સુધીમાં લોકસભાની 17 ચૂંટણી યોજાઈ છે. જેમાં 1957થી 1984 સુધી સતત 7 ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. 1977,1980 અને 1984ની ચૂંટણી અહેમદ પટેલ અહીંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1989થી 2019 સુધી અહીં ભાજપના ઉમેદવારની જીત થતી આવે છે. 1989,1991,1996, અને 1998ની ચૂંટણીમાં ભાજપના ચંદુભાઈ દેશમુખની જીત થઈ હતી. ત્યારબાદ 1999થી 2019 સુધી ભાજપના મનસુખ વસાવા અહીં જીતતા આવ્યા છે.

તમે આ પણ વાચી શકો છો :

Manipur: મણિપુર હાઈકોર્ટે 2023ના મેઈટીને એસટી યાદીમાં સામેલ કરવાના આદેશને રદ કર્યો

તમે આ પણ વાચી શકો છો :

Kharge Security: Congress અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને Z Plus સુરક્ષા મળશે

SHARE

Related stories

Latest stories