Heroes Who Protected Shatrunjay: અલાઉદ્દીન ખીલજીના આક્રમણની સચોટ કહાની “કસુંબો”
ગુજરાતની તીર્થ ભૂમિ પાલીતાણા ખાતે અલાઉદ્દીન ખીલજીના આક્રમણની કહાની ને બારોટ સમાજના બલિદાનને દર્શાવતી અને શૌર્ય ને ઉઆજગરી કરતી ફિલ્મ “કસુંબો” આવનારી 16મી તારીખે રૂપેરી પરદે પ્રકાસિત થવા જય રહી છે ત્યારે ફિલ્મના સ્ટારકાસ્ટ ઈન્ડિયા ન્યૂઝ ગુજરાતની મુલાકાત લીધી હતી અને ફિલ્મ અંગેની રસપ્રદ વાતો સેર કરી હતી.
તીર્થ ભૂમિ પાલીતાણાના રક્ષણની શોર્યગાથા “કસુંબો”
સૌરાષ્ટ્રની ભૂમિ સુરવીરોની ભૂમિ કહેવાય છે અને સૌરાષ્ટ્રના ભાવનગર ખાતે જૈનોના તીર્થ સ્થળ પર મુસ્લિમ આક્રાંતાઓ દ્વારા કરાયેલા 12 મી શતાબ્દીમાં થયેલા હુમલાની યાદ તાજી કરતી અને શૂરવીરતાની કહાની દર્શાવતી ફિલ્મ “કસુંબો” આવનારી 16 ફેબ્રુઆરી એ સીનેમઘરોમાં પ્રદર્શિત થવા જય રહી છે. આ ફિલ્મમાં દાદુજી બારોટ સહિત બારોટ સમાજના શૂરવીરો દ્વારા મુસ્લિમ આક્રાંતા અલાઉદ્દીન ખીલજી દ્વારા કરાયેલા શેત્રુંજય જૈન તીર્થ ખાતે કરેલા આક્રમણથી પવિત્ર તીર્થ સ્થળના રક્ષણ માટે અપાયેલા બલિદાનની ગાથા દર્શાવવામાં આવી છે. આ ફિલ્મામાં મુખ્ય ભૂમિકા ભજવનાર ધર્મેન્દ્ર ગોહિલ અને જાણીતા ગુજરાતી અને હિન્દી ફિલ્મના વિલન ફિરોઝ ઈરાની સહિતના સ્ટાર કલાકારો દ્વારા ઈન્ડિયા ન્યૂઝની મુલાકાત લીધી હતી અને ફિલ્મની રોચક કહાની વિષે અને ફિલ્મના મહત્વના પાસાઓ વિષે ખૂલીને વાતો કહી હતી.
Heroes Who Protected Shatrunjay: દાદુજી દ્વારા અપાયેલા બલિદાન અને શૂરવીરતાની કહાની
સૌરાષ્ટ્રની પાવન અને શોર્યભૂમિ પર ઐતિહાસિક ઘટના પર આધારી ફિલ્મ “કસુંબો” માં દર્શાવાયેલ પાત્ર સનાતની વીર દાદુજી બારોટ દ્વારા અલાઉદ્દીન ખીલજીએ જૈન તીર્થ પર્વતરાજ શેત્રુંજ્ય પર કરેલ હુમલો અને એ યુદ્ધમાં સનાતન ધર્મના રક્ષણ માટે વીર દાદુજીએ આપેલ બલિદાનની શૌર્યગાથા આધારિત ગુજરાતી અને હિન્દી ફિલ્મ “કસુંબો” નું નિર્માણ થયું છે અને આ ફિલ્મના નિર્માતા તથા કલાકારો ધર્મેન્દ્ર ગોહિલ, ફિરોજ ઈરાની, ચેતન ધાનાણી, હેતલ બારોટ, કિન્નર બારોટ અને શહેરના નામાંકીત આગેવાનોનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં ફિલ્મના કલાકારોને તેઓના ઉત્કૃષ્ટ અભિનય અને ફિલ્મ માટે પસંદ કરાયેલા આ વિષયને માટે તેઓને સન્માનિત કરાયા હતા.
ગુજરાતી ભાષામાં હાલમાં ઘણી બાંધી ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે પણ હાલ જે ફિલ્મની વાત થઈ રહી છે એ ફિલ્મ સાવ અનોખી છે કારણકે આ ફિલ્મ જે વિષય પર આધારિત છે એ વિષય સત્ય ઘટના પર આધારિત છે અને વિષયની સાથે ધર્મની રક્ષા માટે 12મી સદીમાં થયેલા મુસ્લિમ આક્રાંતાના આક્રમણમાં બલિદાન આપનાર શૂરવીરોની જે ગાથા દર્શાવાય છે એ વાત આજની પેઢીને કદાચ કયા જાણવા મળી નહીં હોય અને આજના યુવાનો ને આ વાત જાની ને 800 વર્ષ પૂર્વ થયેલા સંઘર્ષ અને એમાં બલિદાન થયેલા સપૂતો વિષે જાણવા મળશે.
તમે આ પણ વાંચી શકો છો:
New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે
તમે આ પણ વાંચી શકો છો:
Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી