HomeElection 24Press Conference held by CR Patil : લોકસભામાં રજૂ થયેલા શ્વેતપત્ર પર...

Press Conference held by CR Patil : લોકસભામાં રજૂ થયેલા શ્વેતપત્ર પર ચર્ચા, શ્વેતપત્ર મુદ્દે સી આર પાટીલે યોજી પ્રેસ કોન્ફરન્સ – India News Gujarat

Date:

Press Conference held by CR Patil : સુરતમાં પાટિલે કહ્યું-2004થી 2014 સુધી દેશની આર્થિક સ્થિતિ ખરાબ. હવે દેશ તમામ મોરચે પ્રગતિના રસ્તે આગળ વધ્યો. સાંસદો અને ધારાસભ્યો સહિતના મંત્રીઓ રહ્યા હાજર દેશના સર્વાંગી વિકાસ માટે કામ થયું- પાટીલ.

સીઆર પાટીલ દ્વારા આકરા પ્રહારો કરાયા

લોકસભામાં નાણાં મંત્રી દ્વારા રજૂ થયેલા શ્વેત પત્ર મામલે સુરતના રાજકારણમાં પણ ચર્ચા શરૂ કરાય છે. ત્યારે સીઆર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ પત્રકાર પરિષદમાં. તમામ ધારાસભ્યો અને સાસંદની હાજરીમાં કોંગ્રેસ પર સીઆર પાટીલ દ્વારા આકરા પ્રહારો કરાયા હતા.

નાણામંત્રી નિર્મલા સીતારમણે શ્વેત પત્ર રજૂ કર્યું

સુરતમાં લોકસભાની ચૂંટણી પહેલા હવે ધીરે ધીરે રાજકારણ ગરમાય રહ્યું છે. મોદી સરકાર દ્વારા લોકોની વચ્ચે મત માગવા જતા પહેલા તમામ પ્રકારના મૂળની તૈયારી કરી લીધી છે. લોકસભામાં શ્વેતપત્ર રજૂ કરીને વિરોધ પક્ષ ઉપર ફરી એક વખત સરકારે નિશાન તાક્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જે શ્વેત પત્ર રજૂ કર્યું હતું. તેમાં 2004 થી 2014 સુધીમાં યુપીએના શાસનમાં દેશની સ્થિતિ નિરાશા જનક હતી. શ્વેત પત્રમાં દેશની બેંકોની સ્થિતિ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. દેશ જે રીતે દેવા નીચે દબાવતો હતો. જીડીપીમાં પણ ઘટાડો થયો હતો અને સાથે સાથે લોકોની આવક પણ ઓછી થઈ રહી હતી.

Press Conference held by CR Patil : આર્થિક મોરચા ઉપર જ્યાં દેશ પાછળ ચાલતો હતો તે હવે સતત પ્રગતિ કરી રહ્યું છે

દિશા વિહીન યુપીએ સરકારના શાસનને કારણે દેશમાં આર્થિક સંકટ ઊભું થાય તેવી સ્થિતિ નિર્માણ થઈ ગઈ હતી. આવી સ્થિતિમાંથી એનડીએ સરકારે દેશને ધીરે ધીરે બહાર લાવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું કે. મોદી સરકાર શાસનમાં આવી ત્યારથી યુપીએસ સરકાર દ્વારા જે દેશની પરિસ્થિતિ કરવામાં આવી હતી. તેમાંથી ખૂબ મજબૂત નિર્ણયો લઈને દેશમાં એક નવી આશા જગાવી હતી. આર્થિક મોરચા ઉપર જ્યાં દેશ પાછળ ચાલતો હતો તે હવે સતત પ્રગતિ કરી રહ્યું છે.

મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી

પાટિલે વધુમાં કહ્યું કે દેશમાં બેંકોની સ્થિતિ સુધરી છે. કોરોના કાળ જેવી વિપરીત પરિસ્થિતિમાં પણ દેશ અડીખમ રીતે ઉભો થયો હતો અને ત્યારબાદ સતત દેશે તમામ મોરચે પ્રગતિ કરી છે. દેશમાં યુવાનો મહિલાઓ અને ગરીબો માટે મોદી સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી જેનો લાભ આજે દેશના લોકો લઈ રહ્યા છે. મોદી સરકારના શાસનમાં આર્થિક રીતે વિશ્વની ત્રીજી ઇકોનોમી થવાનું જે સ્વપ્ન જોવામાં આવ્યું છે તે પણ હવે સાકાર થશે. સુરતના સાંસદ દર્શના જરદોશે જણાવ્યું કે, આજે મોદી સરકારે જે ગેરંટી આપી છે, તેના ઉપર સરકાર ખરી ઉતરી છે.

Press Conference held by CR Patil : 370ની કલમ દૂર કરવાની ગેરંટી તેમજ અનેક તેમને આપેલા વાયદા પૂરા કર્યા

ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીમાં અતૂટ વિશ્વાસ છે. રેલવે અને ટેક્સટાઇલ ક્ષેત્રે તો તેમણે અનેક લાભકારક ઉદ્યોગને ટકાવી રાખવા માટેની યોજનાઓ જાહેર કરી છે. પરંતુ તેમણે રામ મંદિર નિર્માણની ગેરંટી, 370ની કલમ દૂર કરવાની ગેરંટી તેમજ અનેક તેમને આપેલા વાયદા પૂરા કર્યા છે. રેલવે કોરિડોરની વાત હોય, નવા દેશભરમાં અલગ અલગ હાઇવે બનાવવાની વાત હોય મોદી સરકાર તમામ ક્ષેત્રની અંદર ઝડપથી કામ કરી રહી છે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE
- Advertisement -

Related stories

Lok Sabha Election પહેલા નેશનલ કોન્ફરન્સના નેતા રફીક શાહ BJPમાં જોડાયા, વિપક્ષને આંચકો-INDIA NEWS GUJARAT

નેશનલ કોન્ફરન્સના નેતા રફીક શાહ શનિવારે લોકસભા ચૂંટણી પહેલા...

Criminal laws: આ 3 ફોજદારી કાયદા IPC, CrPc ને બદલવા જઈ રહ્યા છે, 1 જુલાઈથી લાગુ થશે

સરકારે શનિવારે સૂચના આપી હતી કે ભારતીય દંડ સંહિતા,...

Chhattisgarh: લોકસભા ચૂંટણી પહેલા PM MODIબસ્તરની મુલાકાતે તમામ સીટો પર ભાજપની નજર

લોકસભા ચૂંટણી પહેલા મુખ્ય રાજકીય પક્ષો ભાજપ-કોંગ્રેસે તૈયારીઓ તેજ...

Latest stories