ગુજરાતમાં ઠંડીનો પારો ગગડ્યો
રાજ્યમાં માવઠા બાદ હવે ધીરે ધીરે ઠંડીના ચમકારામાં વધારો જોવા મળ્યો… ત્યારે ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ ઠંડી વધવાની વકી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગાહી મુજબ રાજ્યમાં 16 થી 18 વચ્ચે વાદળછાયું વાતાવરણ જોવા મળશે જેમાં ઠંડીનું પ્રમાણ યથાવત જોવા મળશે. 22 ડિસેમ્બરથી 27 સુધી ઠંડીનું પ્રમાણ વધશે જ્યારે 27 થી 30 ડિસેમ્બર સુધી હાડ થીજવતી ઠંડી પડશે. હાલમાં મધ્ય ગુજરાતમાં 14 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં 12 ડિગ્રી તાપમાન જોવા મળશે. જો કે 22 ડિસેમ્બર બાદ ઉત્તર ગુજરાતના મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, ડિસામાં ન્યૂયત્તમ તાપમાન 9 ડિગ્રી જોવા મળશે.
બીજા રાજ્યો બાદ અને જમ્મુ કશ્મીરમાં હિમવર્ષા બાદ ગુજરાતમાં પણ ઠંડીનું જોર વધ્યું છે. ત્યારબાદ હમણાં થયેલા માંવધાન કારણે પણ ઠંડીનો ચમકારો રાજ્યમાં વધ્યો છે.