HomeGujaratગુજરાતમાં કોરોનના નવા 514 કેસ નોંધાયા,કોરોના સંક્રમણનો કુલ આંક 24,104 પર પહોંચ્યો

ગુજરાતમાં કોરોનના નવા 514 કેસ નોંધાયા,કોરોના સંક્રમણનો કુલ આંક 24,104 પર પહોંચ્યો

Date:

ગુજરાતમાં સોમવારે 514 નવા કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા અને આ સાથે કોરોના સંક્રમણ પામેલાં લોકોનો કુલ આંક 24,104 પર પહોંચ્યો છે. આ ઉપરાંત 339 દર્દીઓ સાજા થઇ ઘરે ગયાં છે જ્યારે 28 દર્દીઓના દુખદ મોત પણ થયાં છે. છેલ્લાં દસ દિવસમાં ગુજરાતમાં કોરોના સંક્રમણના 4,987 કેસ નોંધાયાં જ્યારે 3,661 દર્દીઓ સાજા થઇને ઘરે ગયાં તથા 316 લોકોના મૃત્યુ થયાં છે.સોમવારે થયેલાં મૃત્યમાં અમદાવાદના 23, સૂરતના 4 અને અરવલ્લીના એક વ્યક્તિના મોતનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં કુલ 1,506 લોકો કોરોનાને કારણે મૃત્યુ પામ્યાં છે. હાલ ગુજરાતમાં 71 દર્દીઓની હાલત ગંભીર હોવાથી તેઓ વેન્ટિલેટર પર છે. જો કે તેની સામે 5,855 દર્દીઓની હાલત સ્થિર છે અને તેઓને જો વધુ કોઇ તકલીફ ન જણાય તો આવતાં એક સપ્તાહથી દસ દિવસના ગાળામાં રજા અપાશે.ગુજરાતમાં 16,671 દર્દીઓએ કોરોના સામેની લડતમાં જીત હાંસલ કરી છે. આ તમામ લોકોને સાજાં થયા બાદ રજા અપાઇ છે. હાલ ગુજરાતનો રિકવરી રેટ 70 ટકા નજીક છે. ગુજરાતમાં 2.92 લાખ સેમ્પલ ટેસ્ટ કરાયાં છે. ગુજરાતમાં મૃત્યુદરનું પ્રમાણ 6.3 ટકાની આસપાસ છે.

SHARE

Related stories

Latest stories