રાજ્યમાં ધો. 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 76.29 ટકા જાહેર થયું છે. 3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. સૌથી વધુ પરિણામ પાટણ જિલ્લાનું 86.67 ટકા આવ્યું છે જ્યારે સૌથી ઓછું પરિણામ જુનાગઢનું 58.26 ટકા આવ્યું છે. સુરત શહેરમાં A1 ગ્રેડ ધરાવતા સૌથી વધુ વિદ્યાર્થીઓ છે. સુરતમાં 186 જ્યારે રાજકોટમાં 108 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે. અમદાવાદમાં માત્ર 40 વિદ્યાર્થીઓ જ A1 ગ્રેડમાં પાસ થયા છે. ધોરણ-12 સામાન્ય પ્રવાહમાં આ વર્ષે વિદ્યાર્થીનીઓએ બાજી મારી છે. પરીક્ષામાં 82.20 ટકા વિદ્યાર્થીનીઓ અને 70.97 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે. ગત વર્ષ કરતા 3 ટકા પરિણામ વધુ આવ્યું છે. 2019માં 73.27% પરિણામ આવ્યું હતું જ્યારે આ વર્ષે 76.29% પરિણામ જાહેર થયું છે.. અમદાવાદ શહેરનું 73.58 ટકા જ્યારે જિલ્લાનું 75.20 ટકા પરિણામ આવ્યું છે. અમદાવાદમાં 26,593 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 7,097 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. જ્યારે જિલ્લામાં 18,450 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 4,616 નાપાસ થયા છે.
ધોરણ 12 કોમર્સનું 76.29% પરિણામ જાહેર, સૌથી વધારે પાટણ જિલ્લાનું 86.67 ટકા
- Advertisement -
Related stories
Gujarat
Henry Kissinger, Nobel Prize winner and ex-US Secretary of State, dies aged 100: હેનરી કિસિંજર, અમેરિકન રાજદ્વારી અને નોબેલ વિજેતા, 100 વર્ષની ઉંમરે મૃત્યુ...
Why is he important to Bharat is for his...
Business
Aether Industries ના શેર 52 સપ્તાહના તળિયે પટકાયા, દુર્ઘટના બાદ શેરમાં ભારે વેચાણ-India News Gujarat
Aether Industries :આજે 30 નવેમ્બરએ પણ નુકસાન નોંધાઈ રહ્યું...
Fashion
Health Tips: કયા લોકોએ કેળા અને દૂધ એક સાથે ન ખાવા જોઈએ, જાણો-INDIA NEWS GUJARAT
દૂધ અને કેળા બંનેમાં પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે...
Latest stories