HomeGujaratબનાસકાંઠા : અમીરગઢના એક વૈદ્યે કોરોનાની આયુર્વેદીક દવા શોધી હોવાનો દાવો કર્યો

બનાસકાંઠા : અમીરગઢના એક વૈદ્યે કોરોનાની આયુર્વેદીક દવા શોધી હોવાનો દાવો કર્યો

Date:

વિશ્વભરની સરકાર અને લોકો કોરોના મહામારીને લઈને વિમાસણમાં મુકાઈ ગયા છે તો વળી સરકાર તેમજ વિજ્ઞાનિકો કોરોના માટે વેકસીન એટલે કે દવા બનાવવા અવનવા પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં આદિવાસી વિસ્તાર ધરાવતા અમીરગઢ તાલુકા માં વર્ષો થી આયુર્વેદ દવાઓ બનાવી લોકો ની સેવા કરતા કરીમ કાકા એ કોરોના નો લક્ષ્મણ બાણ ઈલાજ શોધી કાઢ્યો હોવાનો દાવો કર્યો છે.

કરીમકાકા વર્ષોથી કેટલાક અસાધ્ય રોગોની આયુર્વેદ દવા બનાવી લોકોની સેવા કરી રહ્યા છે ત્યારે તેઓએ કોરોના જેવા રોગની પણ સવાર સાંજ લેવાની આયુર્વેદ ગોળીઓ બનાવી હોવાનો દાવો કર્યો છે જોકે સરકાર દ્વારા વેક્સીન બનાવવા માટે જે કામગીરી હાથ ધરાઈ છે તેમાં આયુર્વેદ દવા બનાવતા હોય તેઓનો પણ સહયોગ લેવાય તેવી કરીમ ચાચા એ માંગ કરી હતી.

 

https://youtu.be/4VhywFbLRV8

SHARE

Related stories

Latest stories