ગીર સોમનાથના ઉનામાં પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ ઉપર ગોળીબારની ઘટના બની હતી. પૂર્વ ધારાસભ્ય કે.સી.રાઠોડ અને તેમના સમર્થકો બેસણાંમાં જઈ રહ્યાં હતા. ત્યારે અચાનક આવી ચડેલા અજાણ્યા શખ્સોએ તેમની ઉપર ગોળીબાર કર્યો હતો. દરમિયાન સામ સામે ગોળીબાર થયો હોવાનું જાણવા મળે છે. ગોળીબારની આ ઘટનામાં પૂર્વ ધારાસભ્ય સહિત 5 ઈજાગ્રસ્ત થયાં હોવાનું જાણવા મળે છે. ગોળીબાર કરીને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. આ બનાવની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયા હતા. પોલીસે ગુનો નોંધીને હુમલાખોરોને ઝડપી લેવા કવાયત આરંભી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ગીર સોમનાથના ઉના શહેરમાં બેસણામાં ઉના નગરપાલિકાના પ્રમુખ અને માજી ધારાસભ્ય જઈ રહ્યાં હતા. ત્યારે અચાનક આવી ચટેલા કેટલાક શખ્સોએ ગોળીબાર કરતા નાસભાગ મચી ગઈ હતી. ગોળીબારની આ ઘટનામાં પૂર્વ ધારાસભ્ય પણ ઘાયલ થયાં હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ ઉપરાંત ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયાં હતા. ગોળીબારની ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતા. આ અંગે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને ઝડપી લેવા માટે ચાર જેટલી ટીમો બનાવીને આરોપીઓને ઝડપી લેવા કવાયત આરંભી છે.
ગીર સોમનાથ જીલાના પોલીસ વડા રાહુલ ત્રિપાઠીએ જણાવ્યું હતું કે, બને પક્ષે સામ સામે ફાયરિંગ થયું હતું. જેમાં કુલ 5 જેટલા વ્યક્તિ ઘાયલ થયા હતા. માજી ધારાસભ્ય કેસી રાઠોડ સહિતના ઘાયલોને સારવાર અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.