HomeIndiaRUSSIA UKRAINE CONFLICT-રશિયા યુક્રેનની તંગદિલીને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને, શેરમાર્કેટમાં પણ...

RUSSIA UKRAINE CONFLICT-રશિયા યુક્રેનની તંગદિલીને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને, શેરમાર્કેટમાં પણ ગાબડું INDIA NEWS GUJARAT

Date:

 

RUSSIA UKRAINE CONFLICT
રશિયા યુક્રેનની તંગદિલીને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને, શેરમાર્કેટમાં પણ ગાબડું

RUSSIA UKRAINE CONFLICT-રશિયા યુક્રેનની તંગદિલીને કારણે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને, શેરમાર્કેટમાં પણ ગાબડું INDIA NEWS GUJARAT

રશિયા અને  યુક્રેન વચ્ચે વધી રહેલો સંઘર્ષ RUSSIA UKRAINE CONFLICT ગમે ત્યારે યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે તેની સીધી આડઅસર હવે  અર્થવ્યવસ્થા પર દેખાઈ રહી છે. યુદ્ધના ભણકારા વધતા આજે ક્રૂડ ઓઈલના ભાવ આસમાને પહોંચ્યા હતા અને તેણે છેલ્લા સાત વર્ષનો રેકોર્ડ તોડ્યો હતો. જયારે બીજી તરફ શેરમાર્કેટમાં પણ  જોરદાર કડાકો થયો  છે. છેલ્લા બે દિવસથી સેન્સેક્સ અને નિફટીના ભાવમાં પણ ભારે ઘટાડો નોંધાયો છે. જે યુદ્ધની  પરિસ્થિતિ યથાવત રહી તો શેરમાર્કેટ વધુ ગગડવાની શક્યતા હોવાની માહિતી નિષ્ણાંતોએ આપી હતી. તેની સાથે જ ક્રૂડ ઓઈલના ભાવ વધતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પણ ચાર થી પાંચ રૂપિયા વધવાની શક્યતા છે.

શું હતા બુધવારના ભાવ?

મંગળવારે સવારે શેરબજારની શરૂઆત જબરદસ્ત કડાકા સાથે થઈ હતી અને તેમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સમાં 1244 અને નિફટીમાં 358 પોઈન્ટનો ઘટાડો થયો હતો. જયારે દિવસના અંતે સેન્સેક્સ 382 પોઈન્ટ ગગડ્યો હતો જયારે નિફટી 17100 પોઈન્ટથી નીચે બન્ધ થયું હતું. દિવસની શરૂઆતમાં જ શેરમાર્કેટમાં આટલું મોટું ગાબડું પડતા રોકાણકારોએ લાખો રૂપિયાનું નુકસાન વેઠયું હતું. જોકે બુધવારે સેન્સેક્સમાં 200 પોઈન્ટનો વધારો થયો હતો અને નિફ્ટીમાં પણ 50 પોઈન્ટનાં વધારા સાથે માર્કેટની શરૂઆત થઈ હતી.

કેમ સર્જાઈ યુદ્ધની પરિસ્થિતિ?

રશિયા-યુક્રેનિયન યુદ્ધ 2014 માં યુક્રેનથી ક્રિમીઆના રશિયન જોડાણ બાદ શરૂ થયું હતું. 1991 માં સોવિયેત યુનિયનના પતન પછી, અનુગામી રાજ્યોના દ્વિપક્ષીય સંબંધો સંબંધો, તણાવ અને સંપૂર્ણ દુશ્મનાવટના સમયગાળામાંથી પસાર થયા છે.

24 ઓગસ્ટ 1991ના રોજ યુક્રેનને સત્તાવાર રીતે સ્વતંત્ર દેશ જાહેર કરાયો, જ્યારે યુક્રેનની સામ્યવાદી સર્વોચ્ચ સોવિયેત (સંસદ) એ ઘોષણા કરી કે યુક્રેન હવે યુએસએસઆરના કાયદા અને માત્ર યુક્રેનિયન એસએસઆરના કાયદાઓનું પાલન કરશે નહીં.

રશિયાએ ક્રિમીઆ પર શા માટે આક્રમણ કર્યું?

વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે ક્રિમીયન દ્વીપકલ્પમાં રશિયન સૈનિકોનો ઉદ્દેશ્ય ક્રિમીઆના લોકો  તેમની ઈચ્છા મુક્તપણે વ્યક્ત કરી શકે તે માટે યોગ્ય પરિસ્થિતિઓ સુનિશ્ચિત કરવાનો હતો, જ્યારે યુક્રેન અને અન્ય રાષ્ટ્રો દલીલ કરે છે કે, આ પ્રકારનો હસ્તક્ષેપ યુક્રેનના  સાર્વભૌમત્વના અધિકારનું ઉલ્લંઘન છે.

શું છે હાલની પરિસ્થિતિ?

માર્ચ અને એપ્રિલ 2021માં, રશિયાએ યુક્રેનની સરહદ નજીક અને તેની સાથે જોડાયેલા ક્રિમીઆમાં હજારો સૈન્ય કર્મચારીઓ અને યુદ્વ માટેની આવશ્યક સામગ્રી મોકલવાની  શરૂઆત કરી, જે 2014માં ક્રિમીઆના જોડાણ પછીની સૌથી મોટી ગતિવિધિ  છે. આનાથી આંતરરાષ્ટ્રીય કટોકટી ઊભી થઈ અને સંભવિત આક્રમણ અંગે ચિંતાઓ પેદા થઈ. રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને  સોમવારે યુક્રેનના બે અલગતાવાદી પ્રદેશને  તેમની સ્વતંત્રતાને માન્યતા આપ્યા બાદ પૂર્વ યુક્રેનમાં બે અલગતાવાદી-મોસ્કો તરફી વિસ્તારોમાં રશિયન સૈનિકોને મોકલવાનો આદેશ આપ્યો હતો. અત્યાર સુધી ડોનેટ્સક અને લુહાન્સ્કના આ કહેવાતા અલગતાવાદી  લોકો રિપબ્લિક રશિયન પ્રોક્સીઓની આંગળીએ નાચી રહ્યા છે . પરંતુ રાષ્ટ્રપ્રમુખ પુતિનની  માન્યતાના હુકમનામાં હેઠળ, રશિયા તે વિસ્તારોમાં લશ્કરી થાણા પણ બનાવી શકે છે,

દરરોજ  આ  વિસ્તારમાં રશિયન સૈનિકોની સંખ્યા વધતી જતી હોવાથી યુદ્ધવિરામના નિયમનું  ઉલ્લંઘન થઈ રહ્યું છે જેને કારણે યુદ્ધની સંભાવના વધતી જાય છે.

આ પણ વાંચી શકો Gutkha-Tobacco Sold In Country Even After The Ban: गुटखा-तंबाकू बैन फिर भी देश में धड़ल्ले से होती है ब्रिकी

આ પણ વાંચી શકો  સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ આયોજીત સમુહલગ્નોત્સ્વમાં ૧૨૨ યુગલો જોડાયા-india news gujarat

SHARE

Related stories

Latest stories