- રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે મોટા સમાચાર
- વ્લાદિમીર પુતિનની હત્યાનો કરાયો પ્રયાસ
- પુતિનની ઓફિસ પર કરાયો અચાનક હુમલો
- હુમલો કારાયો તે સમયે પુતિન ઓફિસમાં ન હતા
- બે માનવ રહિત ડ્રોનથી કરાયો હત્યાનો પ્રયાસ
- ક્રેમલિનને ટાર્ગેટ બનાવી મોકલાયા હતા ડ્રોન
- રશિયાએ યુક્રેન પર લગાવ્યો આરોપ
- આ હુમલો સુનિયોજિત આતંકવાદી કૃત્ય: ક્રેમલિન
Russia-Ukrain war : ક્રેમલિને જણાવ્યું કે સુરક્ષાબળો દ્વારા ઇલેક્ટ્રોનિક રડાર ઍસેટનો ઉપયોગ કરીને ડ્રોનને નિષ્ક્રિય કરી દેવાયા હતા. સરકારી ન્યૂઝ એજન્સીને પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે જણાવ્યું હતું કે હુમલા સમયે પુતિન ક્રેમલિનમાં હાજર નહોતા. તેમણે ઉમેર્યું હતું કે હુમલામાં ઇમારતને પણ ઝાઝું નુકસાન થયું નહોતું. Russia-Ukrain war
યુક્રેને આ મામલે કોઈ પણ ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો
રશિયાના સોશિયલ મીડિયા પર જોવા મળેલા એક પુષ્ટિ ન થઈ હોય તેવા ફૂટેજમાં બુધવારે વહેલી સવારે સેન્ટ્રલ મૉસ્કો તરફથી ધુમાડો ઊઠી રહ્યો હોવાનાં દૃશ્યો દેખાઈ રહ્યાં હતાં. એક નિવેદનમાં ક્રેમલિને કહ્યું, “ગત રાત્રે, કિએવના શાસને રશિયન સંઘના પ્રમુખના ક્રેમલિન ખાતેના નિવાસે માનવરહિત ઍરિયલ વિહિકલ વડે હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો.”
‘Terrorist attack’: Kremlin on unsuccessful drone strike targeting Putin’s residencehttps://t.co/kI53PTykdk pic.twitter.com/A8zJKXjBDK
— RT (@RT_com) May 3, 2023
આ નિવેદનમાં કહેવાયું હતું કે રશિયા આ હુમલાને “આયોજનબદ્ધ આતંકવાદી કૃત્ય અને રાષ્ટ્રપતિની હત્યા કરવાના પ્રયાસ” તરીકે ગણે છે. નિવેદનમાં આગળ કહેવાયું હતું કે, “રશિયા ગમે ત્યારે ગમે ત્યાં આ હુમલા સામે પ્રતિક્રિયા આપવાનો પોતાનો અધિકાર અનામત રાખે છે.”
નિવેદનમાં કહેવાયું હતું કે હુમલામાં પુતિન ઈજાગ્રસ્ત થયા નહોતા અને તેમનું કામકાજ સામાન્ય રીતે આગળ પણ ચાલતું રહેશે. નિવેદન અનુસાર ડ્રોનના ટુકડા ક્રેમલિન સાઇટ પર પડ્યા હતા પરંતુ કોઈને ઈજા થઈ નહોતી. ક્રેમલિને એવું પણ નોંધ્યું કે આગામી 9 મેના રોજ ‘વિક્ટરી ડે પરેડ’ પહેલાં આ બનાવ બન્યો છે, જેમાં ઘણી વિદેશી હસ્તીઓ સામેલ રહેવાની શક્યતા હતી.Russia-Ukrain war
તમે આ પણ વાંચી શકો છો : SCO meeting in Goa : પ્રાદેશિક પડકારો સાથે સંબંધિત મુદ્દાઓ બેઠકમાં કેન્દ્રમાં રહેશે
તમે આ પણ વાંચી શકો છો : Jagdeep Dhankhar : ભારત વિશ્વની સૌથી ગતિશીલ લોકશાહી છે, તેની છબી કલંકિત થવી જોઈએ નહીં: ધનખર – India News Gujarat