HomeIndia‘Our Planet Our Health’ : વિશ્વ આરોગ્ય દિવસ 2022 - World News in...

‘Our Planet Our Health’ : વિશ્વ આરોગ્ય દિવસ 2022 – World News in Gujarati

Date:

‘Our Planet Our Health’ : વિશ્વ આરોગ્ય દિવસ 

‘Our Planet Our Health’ મનુષ્ય જીવન માં આરોગ્ય એ મહત્વનું પરીબળ છે કહેવાય છે કે સત્યયુગ માં મનુષ્ય ની આવરદા હજાર વર્ષ થી પણ વધારે હતી જે અંગે ના પ્રમાણો આજ પણ જુના શાસ્ત્રો માં જોવા મળે છે એ યુગ માં વનસ્પતિઓ મનુષ્ય ની આવરદા વધારવામાં મહત્વ નો ભાગ ભજવેલ છે. હાલ ના સંજોગો માં આરોગ્ય અંગે લોકો માં જાગૃતા આવી રહી છે.ત્યારે સમગ્ર વિશ્વ માં સ્વાસ્થ્ય અંગે આવતી જાગૃતિનો ભારતીય ભાષા માં કહીએ તો તહેવાર મનાવવા જેવો દિવસ એટલે “વર્લ્ડ હેલ્થ ડે” વિશ્વ આરોગ્ય દિવસ જે દર એપ્રિલ મહિનામાં 7મી તારીખે ઉજવવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ વિશ્વની દરેક વ્યક્તિને સુદ્રઢ આરોગ્ય સુવિધા ઓ મળી રહે અને માનવ સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બને તેવા શુદ્ધ હેતુ થી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.-World News in Gujarati

Our Planet, Our Health'

“આપણો ગ્રહ,આપણું સ્વાસ્થ્ય” નક્કી કરવામાં આવ્યું છે

વિશ્વ આરોગ્ય દિવસ 2022 ના દિવસે, WHO માનવ અને સમગ્ર પૃથ્વીને સ્વસ્થ રાખવા માટે જરૂરી ક્રિયાઓ પર વૈશ્વિક ધ્યાન કેન્દ્રિત કરાઈ રહ્યું છે. આ દિવસે માનવ ની તંદુરસ્તી ને વધુ ને વધુ સુદ્રઢ બનાવવા ની ચળવળને પ્રોત્સાહન આપાતું હોય છે.હાલ ના સમયે જ્યારે સમગ્ર વિશ્વ કોરોના વાયરસ ના કહેર, પ્રદૂષણ અને ઘણી ખતરનાક બીમારીઓ સામે લડી રહ્યું છે. ત્યારે આવી સ્થિતિમાં આ વર્ષના વિશ્વ આરોગ્ય દિવસની થીમ “આપણો ગ્રહ, આપણું સ્વાસ્થ્ય” બંધ બેસતી પાઘડી જેવું જણાય છે.-INDIA NEWS GUJARAT

પ્રદૂષણ - વિકિપીડિયા

 

પૃથ્વી પર નું પ્રદુષણ સ્વાસ્થ્ય માટે હાનિકારક

સમગ્ર વિશ્વમાં પ્રદુષણ ખુબજ ચિંતા નો વિષય છે ત્યારે દરેક દેશ ની સરકારો ઔદ્યોગિક ક્ષેત્રે પ્રદુષણ ને કેમ નિયંત્રણમાં લેવું તે અંગે વિશ્વ કક્ષા એ ગોલબલ વોમીંગ અંગે વિચાર વિમશ ને પ્રાધ્યાનય આપવા માં આવી રહ્યું છે.અનેકો દેશોએ પ્રદુષણ ને નિયંત્રણમાં લેવા લોકો ના સ્વાસ્થય ને ધ્યાને લઇ અનેક કાયદાઓ ગડવા માં આવ્યા છે.જેના કારણે અમુક અંશે પ્રદુષણ નિયંત્રણમાં આવી રહ્યું છે તથા સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા સોસીયલ મીડિયા દ્વારા લોકોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભારત ના વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ સ્વચ્છતા અનેપ્રદુષણ મુક્તિ અંગે અવાર નવાર મન કી બાત કાર્યક્રમ માં લોકો ને જાગૃત કરવા ના પ્રયાસો કરતા રહ્યા છે.વર્ષે હજારો લોકો અનેકો રોગો ના શિકાર પ્રદુષણ ના લીધે બનતા હોય છે.– INDIA NEWS GUJARAT

જો જન જન જાગૃત થશે તોજ આ પૃથ્વી પરથી દાનવ રૂપી પ્રદુષણ ને નાથી શકાશે.

કોરોના સંક્રમણ વિશ્વ આખા ને ભરડા માં લીધા પછી અનેકો ગાઈડ લાઈનો WHO દ્વારા રજૂ કરવામાં આવેલ જેમાં માસ્ક,સોસીયલ ડિસ્ટન્સ,હાથ ધોવા ફરજિયાત જેવી અનેકો સૂચનાઓ અપાઈ હતી. જેના લીધે સંક્રમણ થી આપણે બચ્યા અને આજે પણ આપણે આ વાતો ને ધ્યાને લઇ અને સ્વાસ્થ્ય માટે જાગ્રુતા દાખવતા રહ્યા છીએ આમ કોરોના એ આપણી જીવન જીવવાની ગણી આદતો બદલી છે અને એની સ્પષ્ટ અસરો માનવ ના સ્વાસ્થ્ય ને સુધારા તરફ ની એક નવી લહેર આપણે મહેસૂસ કરી રહ્યા છીએ આમ કોરોના કહેર ની લહેર બાદ બદલાવની સ્વથ લહેરે માનવ સ્વાસ્થ્યને ઘણું આપ્યું છે.સાથો સાથ ઓક્સિજન નું મહત્વ અને સ્વચ્છતા ની જરૂરિયાત પણ સમજવતી ગઇ..– World News in Gujarati

માંસાહાર કરતાં શાકાહાર સ્વાસ્થય માટે ખુબજ જરૂરી

ખાદ્ય ખોરાક મનુષ્ય જીવન માં મહત્વ નો ભાગ ભજવે છે.વિશ્વભર ના લોકો માંસાહાર ખોરાક થી દૂર થઈ ને શાકાહારી ભોજન તરફ એટલા માટે વળી રહ્યા છે કે પોતાના સ્વાસ્થય નું ખુબજ ગંભીરતા પૂર્વક વિચારી ને WHO જેવી સંસ્થા ઓ તરફથી અવપવા માં આવતી ગાઈડ લાઈન અનુસરી ને પોતાનું સ્વાસ્થ્ય આરોગ્ય લક્ષી જળવાઈ રહે તે માટે
જાગ્રુતા તરફ આગળ વધી રહ્યા છે.સમગ્ર વિશ્વ ના આરોગ્ય નિષ્ણાતો નું એવું વિચારવું છે કે માંસાહારી વ્યક્તિઓ કરતાં શાકારહારી લોકો ની રોગ પ્રતિકારક શક્તિ વધુ જોવાં મળે છે.-World News in Gujarati

Our Planet, Our Health | EEAS Website

યોગ સ્વાસ્થ્ય માટે ભારત ની એક અનમોલ ભેટ

વિશ્વ ને ભારતીય સંસ્કૃતિ એ સ્વાસ્થ્ય ને સુદ્રઢ બનાવી રાખવા યોગ ની મહત્વ પુણ ભેટ આપી છે.આપણા યોગ ને આઠ ભાગ માં વિભાજીત કરાયું છે આસન, ધ્યાન, ધારણા, પ્રત્યાહાર, સમાધિ વગેરેનો સમાવેશ છે. યોગના સાચા અભ્યાસથી વ્યક્તિ શારીરિક-માનસિક તંદુરસ્તી મેળવે છેજેણે પુરા વિશ્વ એ સ્વીકાર્યું છે આમ યોગા આસન પણ માનવ ને અનેકો બીમારીઓ થી બચવા માં પોતાનું અહેમ રોલ કરી રહ્યું છે.અને આખા વિશ્વ એ યોગા દિવસ ની ઉજવણી કારાય છે.– -INDIA NEWS GUJARAT

આ પણ વાંચો :  Russia Ukraine war update: રશિયન સૈનિકો યુક્રેન સાથેના યુદ્ધમાં બળવા પર ઉતર્યા – India News Gujarat

આ પણ વાંચો : BJP-NSUI વચ્ચે સુરતમાં વોલ પોલિટીક્સ જુવો વિડીયો- India News Gujarat

SHARE

Related stories

Latest stories