Indonesia Open Badminton: શ્રીકાંત અને લક્ષ્ય સેન હાર્યા, સમીર અને એચએસ પ્રણય પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા-India News Gujarat
- Indonesia Open Badminton: ઈન્ડોનેશિયા ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટમાં ભારતના ઘણા ખેલાડીઓ પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગયા છે.
- બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ અને પ્રતિભાશાળી લક્ષ્ય સેન પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઇ ગયા છે.
- ભારતના અનુભવી શટલર કિદામ્બી શ્રીકાંત (Kidambi Srikanth) અને ઉભરતા લક્ષ્ય સેન (Lakshya Sen) ઇન્ડોનેશિયા ઓપન (Indonesia Open 2022) ના પહેલા રાઉન્ડમાં જ હાર્યા બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
- લક્ષ્ય સેનને પોતાના જ દેશના સ્ટાર ખેલાડી એચએસ પ્રણય (HS Prannoy) એ સીધી ગેમમાં હરાવ્યો હતો.
- જ્યારે શ્રીકાંત (Kidambi Srikant) ને ફ્રાન્સના 41મા ક્રમાંકિત બ્રાઇસ લેવરડેઝથી પરાજય મળ્યો હતો.
- વિશ્વના આઠમાં નંબરનો ખેલાડી લક્ષ્ય સેન અગાઉ ઇન્ડોનેશિયા માસ્ટર્સ ટૂર્નામેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પણ હારી ગયો હતો.
- આગામી બર્મિંગહામ કોમનવેલ્થ ગેમ્સની તૈયારી કરવા માટે ભારતીય ખેલાડીઓ માટે આ એક સારું પ્લેટફોર્મ હતું. પરંતુ તેઓ તકનો લાભ લેવામાં નિષ્ફળ રહ્યા હતા.
- 22 વર્ષીય લક્ષ્ય સેનને એચએસ પ્રણોય દ્વારા સીધા સેટમાં 21-10, 21-9 થી પરાજય મળ્યો હતો.
- જ્યારે શ્રીકાંતને પુરૂષ સિંગલ્સના પ્રથમ રાઉન્ડની મેચમાં બ્રાઇસ લેવરડેઝ દ્વારા 23-21, 21-10 થી હરાવ્યો હતો.
- શ્રીકાંતની બ્રાઇસ સામે આ પ્રથમ હાર હતી.
- બંને વચ્ચે આ છઠ્ઠી મેચ હતી. આ વર્ષે પોતાનું પહેલું સુપર 500 ટાઇટલ જીતનાર લક્ષ્ય સેન ઓલ ઇંગ્લેન્ડ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો અને થોમસ કપ જીતનારી ભારતીય ટીમનો ભાગ હતો.
લક્ષ્ય સેન સામે પ્રણયની 3 મેચમાં આ પહેલી જીત છે
- લક્ષ્ય સેન સામેની ત્રણ મેચમાં પ્રણોયની આ પ્રથમ જીત હતી.
- ડબલ્સમાં એમઆર અર્જુન અને ધ્રુવ કપિલાએ જાપાનના કેલિચિરો માત્સુઈ અને યોશિનોરી તાકેયુચીને 27-25, 18-25, 21-19 થી હરાવ્યો હતો.
- મહિલા ડબલ્સમાં અશ્વિની ભટ અને શિખા ગૌતમને ચીનની ઝાંગ શુ ઝિયાન અને ઝેંગ યુએ 28 મિનિટમાં 21-9, 21-10થી હાર આપી હતી.
એક સમયે પ્રણય 3-6 થી પાછળ હતો
- હરિતા હરિનારાયણ અને આશના નોયને દક્ષિણ કોરિયાના જીઓંગ ના યુન અને હિમ યે જેઓંગે સીધા સેટમાં પરાજય આપ્યો હતો.
- લક્ષ્ય સેન અને પ્રણોય વચ્ચેની મેચમાં પ્રણયની આક્રમકતાનો લક્ષ્ય સેન પાસે કોઈ જવાબ ન હતો.
- એકવાર 3-6 થી પાછળ રહ્યા બાદ પ્રણયએ શાનદાર પુનરાગમન કર્યા પછી લક્ષ્ય સેનને કોઈ તક આપી ન હતી.
- બીજી ગેમમાં પણ તેણે આ જ ગતિ જાળવી રાખી હતી અને જીત મેળવી હતી
સમીર વર્મા ક્વાર્ટર ફાઇનલ માટે લડશે
- જ્યારે પીવી સિંધુ, લક્ષ્ય સેન અને કિદામ્બી શ્રીકાંત પહેલા રાઉન્ડમાં હારીને ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયા છે.
- ત્યારે સમીર વર્મા અને એચએસ પ્રણય પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગયા છે.
- સમીર વર્મા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં છઠ્ઠી ક્રમાંકિત લી જિયા સામે ટકરાશે.
- તો ભારતનો સ્ટાર ખેલાડી પ્રણયનો મુકાબલો હોંગકોંગના એંગસ એનજી કા લોંગ સામે થશે.
તમે આ પણ વાંચી શકો છો-
Indonesia Masters 2022 : ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન પાક્કું કર્યું
તમે આ પણ વાંચી શકો છો-