Indonesia Earthquake : ઈન્ડોનેશિયામાં આજે, મંગળવાર, 25 એપ્રિલને ફરી એકવાર ભૂકંપના તીવ્ર આંચકા અનુભવાયા છે. ઈન્ડોનેશિયા જિયોફિઝિક્સ એજન્સીના જણાવ્યા અનુસાર, સુમાત્રા દ્વીપના પશ્ચિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 7.4 નોંધવામાં આવી છે. ઇન્ડોનેશિયાની જિયોફિઝિક્સ એજન્સી (BMKG)એ ભૂકંપ બાદ સુનામીની ચેતવણી જારી કરી છે.
ભૂકંપ પછી સુનામીની ચેતવણી
ઈન્ડોનેશિયાના હવામાન વિભાગે માહિતી આપી હતી કે ભૂકંપનું કેન્દ્ર પૃથ્વીની નીચે 84 કિલોમીટર માપવામાં આવ્યું છે. ભૂસ્તરશાસ્ત્રીઓએ આ વિશે જણાવ્યું કે આના કારણે સુનામી આવવાની સંભાવના છે. એજન્સીએ સ્થાનિક સત્તાવાળાઓને ભૂકંપ બાદ અસરગ્રસ્ત વિસ્તારની નજીક રહેતા તમામ લોકોને તાત્કાલિક કિનારેથી દૂર રહેવા સૂચના આપવા જણાવ્યું છે.
આ પણ વાંચો: Health Tips : ઉનાળામાં આ રીતે સલાડ બનાવશો તો થાળીનો સ્વાદ વધી જશે – INDIA NEWS GUJARAT