Rathyatra દરમ્યાન શું બની ઘટના ?
Rathyatra – તમિલનાડુના તંજાવુર જિલ્લાના એક મંદિરમાં બુધવારે સવારે Rathyatra સરઘસ દરમિયાન કરંટ લાગવાને કારણે ઓછામાં ઓછા 11 લોકોના મોત થઈ ગયા છે. મૃત્યુ પામનાર લોકોમાં બે બાળકો પણ સામેલ છે. પોલીસે જણાવ્યું કે, આ ઘટના ત્યારે બની જ્યારે લોકો મંદિરની પાલખી પર ઊભા હતા. પાલકી કાલીમેડુના અપ્પર મંદિરમાં એક હાઈ-ટ્રાંસમિશન લાઈનને અડી ગઈ હતી. અધિકારીઓએ જણાવ્યું કે, મંદિરની પાલખીને વાળતી વખતે ઓવરહેડ લાઈનને અડી જવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. ત્યારે આ ઘટનાના કારણે લોકોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. Rathyatra, Latest Gujarati News
Tamil Nadu | At least 10 people died after a temple car (of chariot festival) came in contact with a live wire in the Thanjavur district. More details are awaited. pic.twitter.com/clhjADE6J3
— ANI (@ANI) April 27, 2022
રથ થયો સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત
રાજ્યના CM એમ કે સ્ટાલિને પીડિતોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તે આજે સવારે 11.30 વાગ્યે તંજાવુર પહોંચશે અને ઘાયલોની મુલાકાત કરશે.દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરાયાઅધિકારીઓએ જણાવ્યું કે ઉપરથી વીજળીના વાયરો જવાના કારણે મંદિરની પાલકીને પરત વળાવતી વખતે ભારે મુશ્કેલી સર્જાઈ હતી.
તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે જે લોકોના મૃત્યુ થયા છે, તેમાં બે બાળકો પણ સામેલ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વી બાલકૃષ્ણાના જણાવ્યા અનુસાર હાલ આ મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં રથ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે. Rathyatra, Latest Gujarati News
11 લોકોએ ગુમાવ્યો જીવ
તમિલનાડુના તંજાવુરમાંથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંના એક મંદિરમાં તહેવાર દરમિયાન વીજ કરંટ લાગવાથી 11 લોકોના મોત થયા હતા. પોલીસનું કહેવું છે કે મંદિરથી નીકળતી રથયાત્રા દરમિયાન આ ઘટના બની હતી. આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે.
તંજાવુર પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના કાલીમેડુના અપ્પર મંદિરમાં બની હતી. રથયાત્રા મંદિરની બહાર નીકળ્યા બાદ જ્યારે તેનો વારો આવ્યો ત્યારે ઉપર બિછાવેલી વાયરોની જાળીના કારણે રથને આગળ લઈ જઈ શકાતો ન હતો. જો કે, રથ પલટી જતાં તે હાઇ-ટેન્શન લાઇનનો સંપર્ક કર્યો હતો અને સમગ્ર રથમાં કરંટ ફેલાઇ ગયો હતો. Rathyatra, Latest Gujarati News
5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત
આ ઘટનામાં કેટલાક બાળકોએ પણ જીવ ગુમાવ્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનામાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને તેમને તંજાવુરની જ મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ ઝોનના આઈજી વી બાલકૃષ્ણન અને તંજાવુરના એસપી રાવલી પ્રિયા ઘાયલોને જોવા હોસ્પિટલ પહોંચ્યા હતા. અકસ્માતની જે તસવીરો સામે આવી છે તેમાં રથ સંપૂર્ણપણે સળગી ગયેલો જોઈ શકાય છે.
તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિનના કાર્યાલયે આ ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ સિવાય પીએમ મોદીએ તંજાવુર દુર્ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે. આ વળતર વડાપ્રધાન રાહત ફંડમાંથી આપવામાં આવશે. Rathyatra, Latest Gujarati News
તમે આ પણ વાંચી શકો છો – કરણ જોહર ‘Koffee with Karan’ની નવી સીઝન સાથે વાપસી કરવા તૈયાર -India News Gujarat