Jan Abhiyan, Surat: વડાપ્રધાનના આહવાનને ઝિલી લેવા સુરત પ્રતિબદ્ધ
તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા અભિયાન
ગાંધીનગર લઠ્ઠાકાંડ મામલે આપ્યું મોટું નિવેદન
“સ્વચ્છતા ત્યાં પ્રભુતા”
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રામ મંદિરના પવિત્ર ઉત્સવના સંદર્ભમાં તા.૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા સફાઈ માટે સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવાનું દેશવાસીઓને આહવાન કર્યું છે. જેના ભાગરૂપે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી પણ મંદિર સફાઇ અભિયાનમાં જોડાય હતા.
Jan Abhiyan: ગૃહરાજ્ય મંત્રીએ મંદિરમાં પૂજા કરી સફાઇ કરી
મંદિર સફાઇ અંગેના વડાપ્રધાનના આ આહવાનને ઝિલી લેવા સુરત જાણે પ્રતિબદ્ધ હોય એમ આજે રાજ્યના ગૃહમંત્રી ઇચ્છાનાથ મહાદેવ મંદિર પરિસરમાં સફાઇ અભિયાનમાં જોડાય હતા. હર્ષ સંઘવી સૌપ્રથમ મંદિરમાં ભગવાન ભોલેનાથના દર્શન કરીને વિધિપૂર્વક પૂજા કર્યા બાદ જાતે હાથમાં સફાઇ સાધનો લઈને મંદિર પરિસર માં સાફ સફાઇ કરી હતી. સફાઇ કર્યા ઉપરાંત પોતું મારીને વડાપ્રધાન ના આહ્વાનને સાર્થક કરવા પ્રયત્ન કર્યો હતો. સાથે સમગ્ર ગુજરાત રાજ્યના નાના મોટા તમામ ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા તા. ૧૪/૦૧/૨૦૨૪ થી તા.૨૨/૦૧/ ૨૦૨૪ દરમ્યાન સફાઈ અભિયાનનું જનઆદોલન હાથ ધરાશે એવું કહ્યું હતું.
સમગ્ર ઘટનાની તપાસ કરી રહી જવબદારો વિરુદ્ધ કાર્યવાહી કરાશે
ગૃહમંત્રી એ આ પ્રસંગે વધુમાં ગાંધીનગર ખાતે દારૂ પીને મૃત્યુ થવાના કેસમાં નિવેદન આપતા જણાવ્યું હતું કે રાજ્યસરકાર ખૂબ ગંભીરતા સાથે તપાસ કરી રહી છે અને પ્રાથમિક રિપોર્ટમાં લઠ્ઠાકાંડ અંગેના કોઈ રિપોર્ટ નથી મળી. સાથે જ ડિટેલ રિપોર્ટ આવ્યા બાદ જે પણ કોઈ જવાબદાર હસે એની વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવાના સંકેત આપ્યા છે.
મંદિરોની સાફસફાઇ સાથે રાજ્યમાં જે દૂષણ રૂપી નશાના કારોબારની ગંદકી પણ સાફ કરવા સરકાર તમામ પ્રયાસો કરી રહી હોવાનું જણાવતા હર્ષ સંઘવી કહ્યું કે સમાજના આ સામાજિક દૂષણ ને નાથવા સૌકોઈ સાથે મળીને પ્રયત્ન કરવો પડશે ત્યારેજ નશા રૂપી દારૂ સહિતના દૂષણ ને દૂર કરી શકાશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: