HomeWorldFestivalInternational Kite Festival 2025 : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નું કચ્છના સફેદ રણમાં પ્રારંભ

International Kite Festival 2025 : આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નું કચ્છના સફેદ રણમાં પ્રારંભ

Date:

INDIA NEWS GUJARAT : ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યના અન્ય સ્થળોની સાથે કચ્છના ધોરડો સફેદ રણ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત સહિત 11 દેશના કાઈટિસ્ટો ધોરડો ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો.આજના આ આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટિવલમાં અવનવી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું અને કચ્છનું સફેદ રણ વિદેશી પતંગોના રંગોથી રંગબેરંગી બન્યું હતું.

ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આ પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.કચ્છ કલેકટર, ભુજ મત વિસ્તાર ધારાસભ્ય, પ્રાંત અધિકારી, ભુજ જિલ્લા પંચાયત પ્રમુખ, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ અને ધોરડો ગામના સરપંચ મિયા હુસેન દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ 2025નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

દેશ-વિદેશથી પધારેલા કાઈટિસ્ટોનું કચ્છની ધરા ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. દેશ વિદેશના કાઈટિસ્ટો માટે કચ્છના સફેદ રણમાં સ્ટોલ ઊભા કરવામાં આવ્યા હતા તો સાથે જ મેડિકલ અને ફાયર વિભાગની ટીમો પણ તૈનાત કરવામાં આવી હતી. ધોરડોના આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભારત, બેલારૂસ, ભૂતાન, કોલમ્બિયા, ડૅનમાર્ક, હંગ્રી, ઈન્ડોનેશિયા, માલ્ટા, સ્લોવેનિયા, ટ્યુનિશિયા, તૂર્કી સહિતના દેશના પતંગબાજો જોડાયા હતા. આ ઉપરાંત ભારતના વિવિધ રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, ઓડિશા, વેસ્ટ બેંગાલ, સિક્કિમ સહિતના વિસ્તારના પંતગબાજો કચ્છના વિશ્વ પ્રસિદ્ધ સફેદ રણમાં અવનવા પતંગો ઉડાડીને ધોરડોના આકાશમાં આકર્ષણ જમાવ્યું હતું તો સાથે જ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા હતા.

કચ્છના વિશ્વપ્રસિદ્ધ સફેદ રણમાં થતી આંતરરાષ્ટ્રીય સ્તરના પતંગોત્સવની ઉજવણીને લીધે દેશ-વિદેશના અવનવા પતંગો સાથેના કરતબો માણવાના અવસરનો લાભ પણ કચ્છના સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને મળ્યો હતો. દેશ-વિદેશનાં પતંગબાજોને કોઇ ખલેલ પહોંચે નહીં અને શાંતિથી તેઓ પોતાના વિવિધ પતંગની મજા માણી શકે તે માટે કચ્છના સફેદ રણમાં કચ્છના વહીવટી તંત્ર દ્વારા સુચારૂ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. ધોરડો ખાતેના કાઇટ ફેસ્ટીવલને સ્થાનિક લોકોએ પણ ઉમંગભેર માણ્યો હતો અને અવનવા પતંગોથી આકાશ રંગીન બની ગયું હતું.

કચ્છમાં એક સેલિબ્રિટી અને ક્વીન સાથે જેવો વર્તાવ થાય તેવો વર્તાવ થયો

ડૅનમાર્કથી આવેલ પતંગબાજ emma mary andreassen એ જણાવ્યું હતું કે, પહેલી વખત કચ્છની મુલાકાતે આવ્યા છે અને અહીં તેમને ખૂબ આનંદ આવી રહ્યો છે પ્રથમ વખત આ સફેદ રણની મુલાકાત લીધી છે અને તે જોઈને ખૂબ અભિભૂત થયા છે તો ખાસ કરીને કચ્છની મહેમાનગતિ, કચ્છના લોકો અને કચ્છની સંસ્કૃતિ જોઈને ખૂબ પ્રભાવિત થયા છે. કચ્છમાં એક સેલિબ્રિટી અને ક્વીન સાથે જેવો વર્તાવ થાય તેવો વર્તન મારી સાથે કર્યું છે અને અમદાવાદ કરતા અહીં ખૂબ સારો પવન હોતા પતંગ ચગાવવાની ખૂબ મજા આવી છે.

Kite Festival 2025 : મકરસંક્રાંતિ પહેલા ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2025નો પ્રારંભ

SHARE

Related stories

Latest stories