Daman Kite Festival 2024: દમણમાં પતંગ મહોત્સવનું આયોજન
દમાંનું આકાશ રંગબિરંગી પતંગો થી ભરાયું
દેશભરમાં પતંગનો તહેવાર એટલે કે મકર સંક્રાંતિ ભારે ઉમંગ એંડ જોશ સાથે ઉજવવામાં આવી હતી. આપણા રાજ્યના પડોશમાં આવેલા સંઘપ્રદેશ દમણમાં પણ ઉતરાયણના પર્વની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો એ ભાગ લીધો હતો.
અનેક રાષ્ટ્રીય પતંગ બાજો એ દમણ પતંગ મહોત્સવમાં ભાગ લીધો
મકરસંક્રાંતિ એ સમગ્ર ભારતમાં ઉજવવામાં આવતો તહેવાર છે અને તેનું મહત્વ એ છે કે તે સૂર્યના મકર રાશિમાં સંક્રમણને ચિહ્નિત કરે છે. આ તહેવાર લોકોમાં ઉમંગ અને રમતવીર ભાવના ઉજાગર કરે છે. તેની ખેલદિલી અકબંધ રાખતા, દમણ પ્રશાસન દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રશાસિત પ્રદેશ દાનહ અને દમણ અને દીવના પ્રશાસક પ્રફુલ્લ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રદેશના ત્રણેય જિલ્લામાં પતંગોત્સવનું આયોજન કરાયું હતું. તેમના દ્વારા દમણના દરિયા કિનારે પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટીદમણ લાઇટ હાઉસ બીચ ખાતે આ પતંગ મહોત્સવ યોજાયો હતો. દરિયા કિનારે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં મોટી સંખ્યામાં લોકો દરિયાકિનારે ઉમટ્યા હતા. અનેક રાષ્ટ્રીય પતંગ બાજો એ દમણ પતંગ મહોત્સવમાં ભાગ લીધો હતો.
Daman Kite Festival 2024: દમણ દરિયાકિનારો પતંગ અને પર્યટકો થી ઊભરાયો
મહત્વપૂર્ણ છે કે દમણ પર્યટન સ્થળ છે. દેશભરના પર્યટકો અહીં દરિયા કિનારે આવતા હોય છે. પરંતુ આ ઉતરાયણ તે હળવાફરવા નહીં પણ પ્રશાસન દ્વારા યોજાયેલા પતંગ મહોત્સવમાં ભાગ લેવા ઉમટ્યા હતા. સમગ્ર દક્ષિણ ગુજરાત, દમણ અને આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં આ આયોજન નિમિત્તે ઉમટી પડ્યા હતા.ઉતરાયણના દિવસે. દમણનો દરિયા કિનારો નું આકાશ રંગબેરંગી પતંગોથી ઉભરાયું હતું. લોકો પરિવાર સાથે આ દરિયા કિનારે પતંગ મહોત્સવની મોજ માણવા પહોંચ્યા હતા. આજે પર્યટકો ખાસ આ પતંગ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા હતા. ત્યાં આવેલા લોકોએ પતંગ ચગાવ્વાના સાથે ક્રિકેટની પણ મજા માણી હતી. કિનારા પર લોકોએ પોતાના પરિવાર તેમજ મિત્ર સાથે મોજ મસ્તી કરી હતી. આમ દમણનો દરિયો આજે પર્યટકો અને પતંગોથી ઉભરાયો હતો.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: