Asia Cup 2022:IND vs PAK મેચની ટિકિટોને લઈ અફરાતફરી, ચેતવણી જારી કરાઈ-India News Gujarat
- Asia Cup 2022 માં ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાવાની છે અને આ મેચની ટિકિટોનું વેચાણ 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે.
- ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે 28 ઓગસ્ટે મેચ રમાવાની છે.
- તમામ ચાહકો આ મેચની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચની ટિકિટનું વેચાણ પણ 15 ઓગસ્ટથી શરૂ થઈ ગયું છે.
- એક મીડિયા અહેવાલ અનુસાર, સોમવારે ભારત અને પાકિસ્તાન (India Vs Pakistan) ની આ મેચની ટિકિટ માત્ર ત્રણ કલાકમાં જ વેચાઈ ગઈ હતી, પરંતુ કેટલાક લોકો આ મેચની ટિકિટો ફરીથી વેચતા જોવા મળ્યા હતા.
- જ્યારે વેબસાઈટ Dubizzle પર જોવામાં આવે છે, ત્યારે ‘હોસ્પિટલાઈઝ લોન્જ એક્સપીયરન્સ’ માટેની ટિકિટોની કિંમત Dh 5,500 હોવાનું કહેવાય છે જ્યારે તેની મૂળ કિંમત Dh 2,500 છે.
- જો કે સામાન્ય પ્રવેશ ટિકિટની કિંમત Dh 250 છે, વેબસાઇટ તેની કિંમત Dh 700 જણાવી રહી છે.
ચેતવણી જારી કરાઈ
- એશિયા કપ(Asia Cup ) ટિકિટિંગ પાર્ટનર પ્લેટિનિયમે કહ્યું છે કે જે ટિકિટ ફરીથી વેચાઈ છે તે આપોઆપ રદ થઈ જશે.
- આ પ્લેટફોર્મે તેની વેબસાઈટ પર આ માહિતી આપી અને એ પણ કહ્યું કે ટિકિટનું ફરીથી વેચાણ કરવું ગેરકાયદેસર છે.
- કંપનીએ તેની વેબસાઈટ પર લખ્યું છે કે, “ગ્રાહકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ સેકન્ડરી ટિકિટ વેબસાઈટ પરથી પ્લેટિનિયમ ટિકિટ ન ખરીદે જે આ ટિકિટોનું રિસેલ કરી રહી છે કારણ કે આ ટિકિટો માન્ય નહીં હોય અથવા એન્ટ્રી કેન્સલ થઈ જાય તેવી શક્યતા છે.”
પુરાવો રજૂ કરવો પડશે
- આ પ્લેટફોર્મે ઉલ્લેખ કર્યો છે કે મેચના દિવસે ટિકિટ બતાવતી વખતે ગ્રાહકોએ આઈડી પ્રૂફ પણ બતાવવા પડશે.
- યૂઝર્સે કહ્યું કે ટિકિટ બુક કરાવતી વખતે તેમણે પુરાવા સાથે તેમનું આખું નામ જણાવવાનું રહેશે.
- કંપનીએ કહ્યું, “જો કોઈ ગ્રાહક એક જ મેચ માટે એકથી વધુ ટિકિટ ખરીદે છે, તો તેણે એક જ સમયે એન્ટ્રી લેવી પડશે.”
- સોમવારે, એક ગ્રાહકે પ્લેટિનિયમ લિસ્ટના ટ્વિટર પેજ પર ટ્વિટ કર્યું કે તેની પાસે ચાર ટિકિટ છે અને તે તેને મૂળ કિંમત કરતાં થોડી વધુ કિંમતે વેચવા માંગે છે.
- કંપનીએ તરત જ જવાબ આપ્યો અને લખ્યું, “ટિકિટ ફરીથી વેચવાની સખત મનાઈ છે.” સાથે જ લખ્યું છે કે પ્રવેશ સમયે આ ટિકિટો માન્ય રહેશે નહીં