HomeGujaratTemple Cleanliness Campaign: પ્રધાન મંત્રીને સમર્થન આપતા વિવિધ મંત્રિઓ એ કરી મંદિરની...

Temple Cleanliness Campaign: પ્રધાન મંત્રીને સમર્થન આપતા વિવિધ મંત્રિઓ એ કરી મંદિરની સફાઇ – INDIA NEWS GUJARAT

Date:

Temple Cleanliness Campaign: સ્વચ્છતા હી સેવા
તીર્થસ્થળોની સ્વચ્છતા ઝુંબેશ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ 22 તારીખ સુધી ધાર્મિક સ્થળોની સફાસફાઈ કરવાની જુંબેશ શરૂ કરવાની અપીલ કરી હતી.

આડ શરૂ થયેલી મુહિમમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ પુણાગામ સ્થિત શિવ મંદિર તથા સીમાડાના કષ્ટભંજન હનુમાન મંદિરની સાફ સફાઈ કરી સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો.

શિક્ષણ મંત્રીએ કરી મંદિરમાં સફાઇ

અયોધ્યામાં થોડા આજ દિવસમાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના થવાની છે. પવિત્ર ઉત્સવને અનુલક્ષીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તા.૧૪ થી ૨૨ જાન્યુ.-૨૦૨૪ સુધી દેશભરના તમામ નાના મોટા ધર્મસ્થાનોની સ્વચ્છતા માટે, સાર્વત્રિક રીતે સફાઈ અભિયાન હાથ ધરવા માટે દેશવાસીઓને આહવાન કર્યું છે. જેના ભાગરૂપે શિક્ષણરાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ સુરત શહેરના જય શ્રી રામના નારા સાથે પુણા ગામ સ્થિત શિવ શક્તિ મંદિર અને સીમાડાના કષ્ટભંજન હનુમાન મંદિરમાં સાફ-સફાઈ કરી હતી. આ અવસરે મંત્રીએ પ્રભુની પૂજા અર્ચના કરી રાજ્યના નાગરિકોની સુખ, શાંતિ અને સુખાકારીની કામના કરી હતી.

Temple Cleanliness Campaign: પ્રફુલ પાનશેરિયાએ ધાર્મિક સ્થાનોને સ્વચ્છ રાખવાનો સંદેશ આપ્યો

મંત્રીએ આ અવસરે રામમય બનેલા સમગ્ર દેશ સહિત સુરત જિલ્લાના નાના મોટા દરેક મંદિરોને સ્વચ્છ રાખવાનો અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા અભિયાનને વ્યાપક બનાવવા નગરજનોને મંદિરો અને તેની આસપાસના સ્થળોએ કચરો નહીં નાખવા શિક્ષણમંત્રીએ અપીલ કરી હતી. તેમજ દેશભરમાં સ્વચ્છ શહેરમાં નંબર વનની ઉપમા મેળવનારા સુરત શહેરને હર હંમેશ સ્વચ્છ અને સુંદર રાખવા નાગરિકોને અનુરોધ કર્યો હતો. આ સફાઈ ઝુંબેશમાં મંદિરના ટ્રસ્ટીઓ, કાર્યકરો, સ્થાનિકો તેમજ SMCના સફાઈ કર્મીઓ પણ જોડાયા હતા.

તમે આએ પણ વાંચી શકો છો:

Astrology : આજનો રવિવાર તમારા માટે ખાસ છે, જાણો તમારી રાશિ શું કહે છે : INDIA NEWS GUJARAT

તમે આએ પણ વાંચી શકો છો:

Delhi AQI : દિલ્હી-NCRની હવાની ગુણવત્તા સુધરી છે, પરંતુ AQI હજુ પણ ‘નબળી’ છે શ્રેણીમાં : INDIA NEWS GUJARAT

SHARE

Related stories

“Central Budget ‘Self Reliant India’ : “કેન્દ્રીય બજેટ ‘આત્મનિર્ભર ભારત’ માટે સાહસિક દિશા નિર્ધારિત કરે છે : INDIA NEWS GUJARAT

"કેન્દ્રીય બજેટ 'આત્મનિર્ભર ભારત' માટે સાહસિક દિશા નિર્ધારિત કરે...

Self Balancing EBike : AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી : INDIA NEWS GUJARAT

AM/NS Indiaએ સુરત પોલીસને 25 સેલ્ફ-બેલેન્સિંગ ઇ-બાઈક સોંપી હજીરા-સુરત, ફેબ્રુઆરી...

Premium Housing Destination: અમદાવાદમાં પ્રીમિયમ હાઉસિંગ ડેસ્ટિનેશન તરીકે ચમક ગુમાવતો ઇસ્કોન-આંબલી રોડ – INDIA NEWS GUJARAT

અમદાવાદ,28 જાન્યુઆરી: ઇસ્કોન-આંબલી રોડ એક સમયે અમદાવાદમાં હાઇ-એન્ડ રિયલ...

Latest stories