ભારતમાં સ્પેનના સહયોગથી સૈન્ય પરિવહન વિમાનનું નિર્માણ કરાશે. સ્પેનની એરબસ દ્વારા ભારતની ટાટા સાથે મળીને વડોદરાના પ્લાન્ટમાં મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ બનાવાશે.
જે બાદ બંને વડાપ્રધાન વિશ્વ પ્રખ્યાત લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે પહોંચ્યા હતા. વડાપ્રધાનો ટાટા પ્લાન્ટ ખાતે નો કાર્યક્રમ પૂર્ણ થયા બાદ લક્ષ્મી વિલાસ પેલેસ પહોંચ્યા હતા. જ્યા બંને વડાપ્રધાન અહી દ્વિપક્ષીય ચર્ચા થઇ સાથે વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ ખાતે મિલિટરી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટને લઇ બંને દેશો વચ્ચે એમઓયુ સાઈન કરવામાં આવી,
રાજવી પરિવાર દ્વારા શાહી ભોજનની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં આ ભોજનમાં ગુજરાતી, પંજાબી અને સ્પેનિશ વાનગીઓ મહેમાનોને પીરસવામાં આવી અને મજેદાર વાનગી ઓ સાથે દુનિયાના સૌથી પ્રખ્યાત ભોજનનો સમાવેશ કરવા માં આવ્યો.
કેમ ખાસ છે વડોદરાની આ નગરી જાણો
મહારાજા સયાજીરાવ ગાયકવાડે 1880માં આ રાજ મહેલનું નિર્માણ કરાવ્યું હતું. આ ઈમારતમાં ઈન્ડો-સારાસેનિક રિવાઈવલ માસ્ટરપીસ એક સમયે વિશ્વની સૌથી મોટી ખાનગી મિલકત હતી. લક્ષ્મી વિલાસ પેલેસ, બહુ રંગીન આરસપહાણ, ભવ્ય કલાકૃતિઓ અને ફુવારાઓ સાથે, બકિંગહામ પેલેસ કરતા ચાર ગણું કદ ધરાવે છે. આ મહેલની કિંમત જાણીને આશ્ચર્ય થશે કે તેની કિંમત 1,80,000 પાઉન્ડ (20 હજાર કરોડ રૂપિયા) છે.
મહેલ થી રાજ મહેલ તરફનો સફર અદભુત
18મી સદીમાં બનેલો આ મહેલ હવે આધુનિક સુવિધાઓથી સજ્જ છે. ત્યાં આંતરિક ટેલિફોન એક્સચેન્જો, એલિવેટર્સ અને અવિરત વીજ પુરવઠો છે. આ મહેલનો બહારનો ભાગ સોનગઢની ખાણોમાંથી લાવવામાં આવેલા સુવર્ણ પથ્થરથી બનેલો છે. આ મહેલમાં બે ખૂબ જ મોટા આંગણા છે જે વૃક્ષો, છોડ અને ફુવારાઓ સાથે ઠંડકનું વાતાવરણ પ્રદાન કરે છે. ભવ્ય અને વૈભવી આંતરિક, મોંઘા માર્બલ, પથ્થર અને ભવ્ય કલાકૃતિઓથી આ મહેલ અત્યંત સુંદર લાગે છે. આ પેલેસમાં પ્રખ્યાત કલાકાર રાજા રવિ વર્મા દ્વારા બનાવેલા ઘણા ચિત્રો છે.