Mitchell Marsh: ઓસ્ટ્રેલિયાનો નવો T20 કેપ્ટન મિચેલ માર્શ બનાવવામાં આવ્યો છે. 30 ઓગસ્ટથી દક્ષિણ આફ્રિકામાં 3 ટી-20 મેચની શ્રેણી રમાશે. જ્યાં T20માં ટીમની કમાન મિશેલ માર્શના હાથમાં રહેશે. ટીમ દક્ષિણ આફ્રિકામાં 3 T20 અને 5 ODI રમશે. વનડે અને ટેસ્ટ ટીમના કેપ્ટન પેટ કમિન્સને T20માંથી આરામ આપવામાં આવ્યો છે. જૂન 2024માં યોજાનાર ટી20 વર્લ્ડ કપને જોતા માર્શને ટીમનો કાયમી ટી20 કેપ્ટન પણ બનાવવામાં આવી શકે છે. લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર સ્પેન્સર જોન્સનને દક્ષિણ આફ્રિકા વિરૂદ્ધ ટી20 ટીમમાં તક મળી છે. તેને પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાની ટીમમાં સ્થાન મળ્યું છે. તેની સાથે મેથ્યુ શોર્ટ અને એરોન હાર્ડીને પણ ટી-20 ટીમનો ભાગ બનાવવામાં આવ્યો હતો. શોર્ટ ગત સિઝનમાં બિગ બેશ લીગમાં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ હતો, જ્યારે હાર્ડી ઓસ્ટ્રેલિયાની ODI વર્લ્ડ કપ ટીમનો પણ ભાગ છે.
ટી-20 સિરીઝ 30 ઓગસ્ટથી શરૂ થશે
મિચેલ માર્શને હાલમાં T20 ટીમનો કાયમી કેપ્ટન બનાવવામાં આવ્યો નથી. તે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર માત્ર 3 T20 માટે કેપ્ટન રહેશે. દક્ષિણ આફ્રિકામાં 30 ઓગસ્ટ, 1 સપ્ટેમ્બર અને 3 સપ્ટેમ્બરે 3 ટી-20 મેચ રમાશે. ઑસ્ટ્રેલિયા ODI વર્લ્ડ કપ સુધી ફરી કોઈ T20 રમશે નહીં. વર્લ્ડ કપ બાદ ટીમ ભારતમાં માત્ર 5 ટી-20 સિરીઝ રમશે.
મિચેલ માર્શ પૂર્ણ સમય ટી20 કેપ્ટન બની શકે છે
2022માં ટી20 વર્લ્ડ કપ દરમિયાન એરોન ફિન્ચ ટીમનો કેપ્ટન હતો. તેણે વર્લ્ડ કપ બાદ નિવૃત્તિ લીધી હતી. ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડ કપ પછી એકપણ ટી20 રમી નથી, તેથી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નવા ટી20 કેપ્ટનનું નામ પણ જાહેર કર્યું નથી. હવે મિચેલ માર્શને કેપ્ટન બનાવવામાં આવ્યો છે, કમિન્સ પર વનડે અને ટેસ્ટની જવાબદારી આપવામાં આવી છે, માર્શને પૂર્ણ સમય ટી20 કેપ્ટન પણ રાખવામાં આવી શકે છે.
મિશેલ માર્શ (સી), સીન એબોટ, જેસન બેહરનડોર્ફ, ટિમ ડેવિડસ, નાથન એલિસ, એરોન હાર્ડી, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, સ્પેન્સર જોન્સન, ગ્લેન મેક્સવેલ, મેટ શોર્ટ, સ્ટીવન સ્મિથ, માર્કસ સ્ટોઈનીસ, એડમ ઝમ્પા.
આ પણ વાંચોઃ Romance in monsoon: ચોમાસામાં તમારા પ્રેમ જીવનમાં રોમાંસ કેવી રીતે ઉમેરવો : INDIANEWS GUJARAT