HomeGujaratMake Reels, Be A Winner: યુનિવર્સિટીમાં નવો પ્રયોગ, યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત...

Make Reels, Be A Winner: યુનિવર્સિટીમાં નવો પ્રયોગ, યુનિવર્સિટી દ્વારા પ્રથમ વખત પ્રયોગ કરવામાં આવ્યો – INDIA NEWS GUJARAT

Date:

Make Reels, Be A Winner: VNSGUના 55માં પદવીદાન સમારોહમાં સોશિયલ મીડિયાની સ્પર્ધા યોજવાનું નક્કી કરાયું છે, જેમાં બેસ્ટ રિલ્સ – વિડિયોગ્રાફી – ફોટોગ્રાફી કરનારનું કરશે વિશેષ સન્માન કરવામાં આવશે એવું, પદવીનું મહત્વ સમજવા નિર્ણય લેવાયો છે.

વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી, રીલ્સ બનાવી વિજેતા બનો

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા યોજાનાર 55માં પદવીદાન સમારોહમાં પ્રથમ વખત સોશિયલ મીડિયાની સ્પર્ધાનો રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટી ખાતે પદવીદાન સમારોહ માટે નિમાયેલી કમિટીની બેઠક યોજાઇ હતી. જેમાં પદવીદાનના સમારોહમાં રીલ્સ, વિડીયોગ્રાફી અને ફોટોગ્રાફીની સ્પર્ધા યોજવાનો નિર્ણય લેવાયો છે. વિદ્યાર્થીઓ પોતાને મળતી પદવીના મહત્વને સમજી શકે તે માટે આ નિર્ણય કરાયો છે. ગુજરાતમાં સ્નાતક અને અનુસ્નાતકના વિદ્યાર્થીઓ દ્વારા પરીક્ષા પાસ કરી લીધા બાદ તેમને મળતી પદવીનું મહત્વ સમજી શકતા નથી. માતા-પિતાથી લઇ વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન મહેનત કરીને જે પદવી મેળવી છે તેનું જીવનમાં અતિ અમૂલ્યવાન મહત્વ રહેલું છે. અને તે માટે યુનિવર્સિટી દ્વારા લાખોના ખર્ચે પદવીદાન સમારોહ યોજવામાં આવે છે પરંતુ તેમાં વિદ્યાર્થીઓનો નિરુત્સાહ જોવા મળે છે. ત્યારે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓમાં પદવીનું મહત્વ સમજાય તે માટે યુનિવર્સિટીએ પ્રથમ વખત અનોખો પ્રયોગ કરવા જઈ રહ્યું છે.

Make Reels, Be A Winner: VNSGUના 55માં પદવીદાન સમારોહમાં કરાયો પ્રયોગ

હાલ નાનાથી લઈને મોટા સૌ કોઈ સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરી રહ્યા છે. ત્યારે યુનિવર્સિટી દ્વારા આજ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી વિદ્યાર્થીઓને મળતી પદવીનું મહત્વ સમજાય તે પ્રકારનું આયોજન કર્યું છે. આવનાર 26 ફેબ્રુઆરીના રોજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી નું 55મો પદવીદાન સમારોહ યોજાવા જઈ રહ્યો છે. જેમાં 48,000 થી વધારે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી દ્વારા પદવી એનાયન કરવામાં આવશે. ત્યારે આ વખતના પદવીદાન સમારોહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ તેમાં જોડાઈ અને પદવીનું પોતાના જીવનમાં મહત્વ સમજે તેની માટે યુનિવર્સિટી દ્વારા ખાસ કમિટી બનાવવામાં આવી છે. આ કમિટીની કુલપતિના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં પદવીદાન સમારોહમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાઈ તેને લઈ ચર્ચાઓ કરાઈ હતી.

યુનિવર્સિટી ખાતે યોજાયેલી આ બેઠકમાં પ્રથમ વખત પદવીદાન સમારોહ સમય પદવી એનાયતની સાથે સાથે સ્પર્ધા પણ ચાલી રહ્યું હોય તેઓ નિર્ણય કરવામાં આવ્યો છે. આ મિટિંગમાં પદવીદાન સમારોહની સાથે લોકો સોશિયલ મીડિયામાં સૌથી વધુ ઉપયોગ કરનાર માધ્યમ ફોટો અને વિડીયોની સ્પર્ધા યોજવાનું નક્કી કરાયું છે. જેમાં રિલ્સ, ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીની ત્રણ અલગ અલગ સ્પર્ધા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેમાં બેસ્ટ રીલ્સ વિડિયો અને ફોટા બનાવનારને વિજેતા જાહેર કરી વિશેષ સન્માન કરવામાં આવશે.

તમે આ પણ વાંચી શકો છો:

New Election Commissioner: PM મોદીના નેતૃત્વમાં કમિટીની બેઠક યોજાશે

તમે આ પણ વાંચી શકો છો:

Congress Politics: સિદ્ધારમૈયા સરકાર ભાજપ વિરુદ્ધ દિલ્હી પહોંચી

SHARE

Related stories

Latest stories