INDIA NEWS GUJARAT : સોડાએસ અને વીજમથક સામે બે વર્ષથી લડતાં કચ્છના ખેડૂતો, ગીર સોમનાથના સુત્રાપાડામાં છેલ્લા 35 વર્ષથી કાર્યરત ગુજરાત હેવી કેમિકલ લિમિgટેડ (GHCL) કંપનીએ માંડવીના બાડા ગામના દરિયા કિનારે પોતાનું સોડાએશનું કારખાનું નાખી રહી છે. પ્રોજેક્ટના લીધે 1200 લોકોને પ્રત્યક્ષ અને 3000 લોકોને પરોક્ષ રોજગાર મળશે. પણ હજારો લોકોની ખેતી અને પશુપાલનની રોજગારી છીનવી લેશે. કચ્છના માંડવી તાલુકાના બાડા ગામ આસપાસના 10 ગામમાં પર્યાવરણ, દરિયાઈ જીવ-સૃષ્ટિ, ખેતી અને પશુપાલન ખતમ થઈ જશે. 20ગામમાં લોકો વિરોધ કરી રહ્યા છે.
1304 એકર અને રૂ.3500 કરોડનું રોકાણ
દરિયા કિનારા 1340 એકરમાં સોડાએશનું કારખાનું નાખશે. કંપનીએ 70 ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે. રૂ. 3500 કરોડના મૂડીરોકાણ સાથે GHCL કેમિકલ પ્લાન્ટ નાખી રહી છે. વાર્ષિક 11 લાખ ટન સોડા એશ, વાર્ષિક 5 લાખ ટન ડેન્સ સોડા એશ અને વાર્ષિક 2 લાખ ટન બેકિંગ સોડાનું ઉત્પાદન કરશે. જીએચસીએલ કંપનીને જમીન અને અન્ય મંજૂરી આપવા માટે ભાજપની ભૂપેન્દ્ર પટેલ સરકાર કામ કરી રહી છે. જીએચસીએલ કંપની સામે ગામડાઓની પ્રજામાં ખૂબ વિરોધ છે.
Threat : PM મોદીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી! સલમાન ખાન સાથે છે કનેક્શન, પોલીસ પણ નવાઈ પામી
વીજ મથક
સોડા એશ પ્લાન્ટ સાથે સોડિયમ બાયકાર્બોનેટ (ખાવાનો સોડા) અને કોલસા આધારિત 120 મેગાવોટનો કેપ્ટિવ પાવર પ્લાન્ટ સાથેનો કેમિકલ કોમ્પ્લેક્સ બનાવશે.
વાયબ્રંટ ગુજરાત
કંપનીએ 2017માં વાયબ્રન્ટ ગુજરાત ઈન્વેસ્ટમેન્ટ સમિટમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યા હતા. વાયબ્રંટ ગુજરાતના સરકારી તાયફાને પડકારતાં હોય તેમ ગામમાં કંપનીની કોઈપણ સહાય ન લેવાનો ગ્રામજનોએ નિર્ણય કર્યો હતો. તો અમુક ગામડાઓમાં કંપનીના પ્રવેશ નિષેધનાં બેનર પણ લગાડવામાં આવ્યા હતા. આ કંપની સૂત્રપાડાનો પ્લાન્ટ 35 વર્ષથી ચલાવે છે, જ્યાં પર્યાવરણના પ્રશ્નો ઉભા થયા છે.
200 કરોડની ખેતી
માંડવીમાં ગામમાં સમૃદ્ધ, બાગાયતી પ્રાકૃતિક ખેતી અને પશુપાલન થાય છે. અહીં 40 કિલોમીટર પર ગૌતમ અદાણીનું મુંદ્રા બંદર છે. ખેતીથી સમૃદ્ધ હોવાથી વાર્ષિક રૂ.200 કરોડથી વધારે ટર્ન ઓવર ધરાવે છે. લોકો જમીન અને મકાનના માલિક મટીને ગુલામ જેવા બની જશે.
ગૌચર જમીન આપી
કંપનીએ 70 ટકાથી વધુ જમીન સંપાદિત કરી લીધી છે. ચાર ગામની 5 હજાર પશુ અને ગાયો ચરિયાણ કરે છે. બાડા ગામમાં 2715 પશુધન સામે 305 એકર ગૌચર જમીન છે, જે ત્રીજા ભાગની જ છે. સરકાર ગૌચર નીમ કરે. કલેકટરને અરજી આપી હતી. કંપનીને જેટલી જમીન આપે એટલી જમીનનું બીજું ગૌચર 1 કિલોમીટરમાં આવે. કંપનીઓ પાસેથી ગૌચર અને સાંથણીની જમીનો પરત મેળવીને પંચાયતોને સોંપણી કરવામાં આવે. પછાત વર્ગ અને ગરીબ વર્ગને સાંથણીની જમીન આપવામાં આવે.
20 ગામનો વિરોધ
મોટા લાયજા, મેરાઉ, બાયઠ, દેઢીયા, ઉનડોઠ, ભીંસરા, ગોધરા, ભોજાય, માપર, બાંભડાઈ, ચાંગડાઈ, મોડકુબા, કોકલીયા, પાંચોટીયા, કાઠડા, ભાડા, જનકપુર અને વિંઢ ગામોના લોકો અને અન્ય 20 ગામોના જૈન મહાજનો વિરોધ કરી રહ્યા છે.