HomePoliticsVav Assembly Constituency : અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલ સહિત...

Vav Assembly Constituency : અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલ સહિત પાંચ આગેવાનો ભાજપ પક્ષ માંથી ​​​​સસ્પેન્ડ

Date:

INDIA NEWS GUJARAT : વાવ વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાનનાં બે દિવસ પહેલા જ ભાજપ પક્ષે કડક કાર્યવાહી કરી છે. પેટા ચૂંટણીમાં ભાજપ સાથે બળવો કરી અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલ સહિત પાંચ આગેવાનોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપે પક્ષમાંથી ​​​​​ સસ્પેન્ડ કર્યાં છે.આ ઉપરાંત ભાજપના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ, દેવજીભાઈ પટેલ, દલારામભાઈ પટેલ અને જામાભાઈ પટેલને પણ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

અપક્ષના ઉમેદવાર માવજીભાઇ પટેલે વાવના આકોલી ગામમાં સભા સંબોધી હતી, જેમાં તેમણે ગૃહમંત્રી બનાસકાંઠા અને ખાસ વાવના પ્રવાસ અંગે જણાવ્યું હતું કે, હું ભાજપનો સૈનિક હતો, મેં ટિકિટ માગી હતી, પરંતુ આની અવગણના હવે ભાજપને ભારે પડશે.

Postage Stamp : ટપાલની ટિકિટમાં હવે જોવા મળશે વડતાલનું સ્વામિનારાયણ મંદિર, ભુપેન્દ્ર પટેલ કર્યું આ કામ

જે ગૃહ રાજ્યમંત્રીને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે એ ગૃહ રાજ્યમંત્રી બે દિવસથી વાવના ગામડાંમાં ફરે છે. જેમને લોકોને મળવાનો સમય નથી હોતો એ ગૃહ રાજ્યમંત્રીને ઘરે ઘરે જઈને મત માગવા પડે છે. આ ઉપરાંત માવજી પટેલે સી.આર પાટીલને પણ ચેલેન્જ ફેંકી હતી.

ભાજપ સાથે બળવો કરી અપક્ષ ચૂંટણી લડનાર માવજી પટેલને કરાયા સસ્પેન્ડ કરાયા..ભાજપના આગેવાન અને ભાભર માર્કેટ યાર્ડના પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલને પણ કરાયા સસ્પેન્ડ.દેવજીભાઈ પટેલ દલારામભાઈ પટેલ જામાભાઈ પટેલને પણ કરાયા સસ્પેન્ડ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર પાંચ ને પ્રાથમિક સભ્ય પદેથી દૂર કરી કરાયા સસ્પેન્ડ.વાવ વિધાનસભાની ચૂંટણી માં મતદાન નાં બે દિવસ પહેલા ભાજપ પક્ષની કાર્યવાહી થઇ

MAHARASHTRA ELECTIONS : ખેડૂતો માટેની યોજનાઓ, મોંઘવારી પર નિયંત્રણ

SHARE

Related stories

Latest stories