HomeGujaratSurat To Ayodhya On Cycle: રામ ભક્તો દ્વારા ભક્તિ દર્શાવવાની અનોખી રીત,...

Surat To Ayodhya On Cycle: રામ ભક્તો દ્વારા ભક્તિ દર્શાવવાની અનોખી રીત, સાઇકલ પર અયોધ્યાની યાત્રા – INDIA NEWS GUJARAT

Date:

Surat To Ayodhya On Cycle: સાયકલ લઈને ત્રણ યુવાનો શ્રીરામ મંદિરે દર્શન કરવા નીકળ્યા
1400 કિલોમીટરની યાત્રા કરી સુરતથી અયોધ્યા પહોંચશે

સુરતનાં સચિન વિસ્તારથી ત્રણ યુવાનો સાયકલથી યાત્રા કરી ને અયોધ્યા રામ મંદિર દર્શન કરવા રવાના થયા છે. યુવાનોમાં સનાતન ધર્મ અંગે જાગૃતિ હાલના સમયમાં વધી રહી છે.. ત્યારે ધાર્મિક ભાવના વધારતા હાલ શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા ઉત્સવનું અનેરું મહત્વ હાલ દેખાય રહ્યું છે.

શ્રીરામ મંદિર દર્શન માટે ત્રણ યુવાનોનું સાયકલ પ્રયાણ

સમગ્ર દેશ જ્યારે રામમય ભક્તિમાં તલ્લીન બન્યું છે તેવા સમયે, વર્ષોનું સ્વપ્ન રામમંદિર બનવાની ખુશીમાં અને શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં સહુ રામ ભક્તો આતુરતાથી તારીખ ૨૨ જાન્યુઆરીની રાહ જોઇ રહ્યા છે અને પ્રભુ રામ સ્વયંમ મંદિરમાં બિરાજમાન થશે તેવાં દૃશ્યોના સાક્ષી બનવા માટે, કોઈ પગપાળા તો કોઈ સંઘ દ્વારા આયોધ્યા પોહન્ચી રહ્યા છે. તેવા સમયે સુરતના સચીન વોર્ડ ૩૦ નાં કનકપુરમાં આવેલ શ્રી રામ મંદિરથી ત્રણ રામ ભક્તો બ્રહ્મા શાહુ, ઓમ્ દાસ અને દેવ પ્રજાપતિ સચિનથી છેક ૧૪૦૦ કિલોમીટર દૂર અયોધ્યા શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાના સાક્ષી બનવા સાયકલ પર સવાર થઈને શિયાળામાં જઈ રહ્યા છે. જે એમના માટે ઐતિહાસિક અને ગૌરવવાન દિવસ છે.

ગતરોજ સવારે આ ત્રિપુટી યુવાનોને સ્થાનિક નગર સેવક લાઈટ એન્ડ ફાયર ચેરમેન ચિરાગ સિંહ સોલંકી, નગર સેવિકા રીનાદેવી રાજપૂત તેમજ સમસ્ત ગુજરાત ઉત્તર ભારત સેવા સંઘ પ્રમુખ અજીતસિંહ રાજપૂત તેમજ સંગઠન પ્રમુખ દીપક ચૌધરી, શ્રી રામ મંદિરના વિજય શર્મા તથા કપ્લેથા સરપંચ સુફિયાન ડેગિયા એ લીલી ઝંડી આપી વિદાય આપી હતી. આ પ્રસંગે સ્થાનિક મંદિરના આચાર્ય સદાનંદ મહારાજે વિધિવત્ પૂજા અર્ચન કરી આશીર્વાદ આપ્યા સાથે ત્રણે રામભક્તના પરિવારોએ પણ હર્ષના અશ્રુભીની આંખે વિદાય આપી હતી. આ ત્રણે યુવાનોના પરિવારોને ભગવાન શ્રી રામમાં અપાર શ્રદ્ધા છે. જેથી હાલમાં સમગ્ર ભારત રામ મય બન્યું છે. અને ઠંડીના દિવસોમાં આ યાત્રા કેવી રીતે પૂર્ણ થશે તે વિશે જાણકારી આપીને વિદાઈ આપવા આવી હતી.

Surat To Ayodhya On Cycle: સચિનના શ્રીરામ મંદિરે પૂંજા વિધિ કરી યુવાનો થયા રવાના

આ યુવાનોની આ યાત્રાથી પ્રભાવિત થઈને નગર સેવક ચિરાગ સિંહ સોલંકીએ કહ્યું હતું કે આ યુવાનો દ્વારા આજની યુવા પેઢીને સીધો મેસેજ જસે કે જીવનમાં અન્ય સાધનો અને મોબાઈલ સાથે સાથે ભગવાન પ્રત્યેની પણ આસ્થા હોવી જરૂરી છે. શ્રી રામ મંદિર સચીન કનકપુરથી વિદાઈ લેતા ત્રણે યુવાનોનું સન્માન કરી પૂજા વિધિ અને કર્યા પછી જયશ્રી રામના નારાઓ સાથે વિદાઈ અપાઈ હતી.આ સમગ્ર યાત્રામાં અતિમહ્ત્વની બાબત જોઈએ તો દેશની હિંદુ મુસ્લિમની એકતા જોવા મળી હતી. શ્રી રામ મંદિરના ઐતિહાસિક ક્ષણમાં સાક્ષી બનવા જઈ રહેલા બે રામ ભક્તોને નવી સાયકલો ભેટ તરીકે કપ્લેથા ગામના મુસ્લિમ સમુદાયનાં સરપંચ સુફિયાન ડેગિયા દ્વારા આપવામાં આવી હતી. આ સાયકલ યાત્રા સાથે કોઈ તકલીફના પડે એ માટે એક ટુ વ્હીલર બાઈકમાં બે યુવાનો મનીષ ઝા અને અવનિશ પાલ સેવા અર્થે જોડ્યા હતા. તેમજ એક ફોર વ્હીલર કાર પણ બે દિવસ પછી સેવા માટે આ યુવાનોની યાત્રામાં જોડાશે.

તમે આ પણ વાંચી શકો છો:

BSP એકલા હાથે લોકસભાની લડશે ચૂંટણી … માયાવતીની જન્મદિવસ પર મોટી જાહેરાત-INDIA NEWS GUJARAT

તમે આ પણ વાંચી શકો છો:

Daman Kite Festival 2024: દમણ દરિયાકિનારે થઈ ઉતરાયણ ની ધામ-ધૂમપૂર્વક ઉજ્જવણી – INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories