દિલ્હી પોલીસે બુધવાર, 26 એપ્રિલના રોજ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે સાત મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપોની FIR નોંધતા પહેલા તપાસ કરવાની જરૂર છે. જો કે, જો સુપ્રીમ કોર્ટને લાગે છે કે સીધી એફઆઈઆર દાખલ કરવી પડશે, તો તે કરી શકાય છે.
કુસ્તીબાજોની માંગ સમિતિનો અહેવાલ જારી કરવામાં આવે
કુસ્તીબાજોએ દાવો કર્યો છે કે બ્રિજભૂષણ શરણ સિંહ અને તેના નજીકના સાથીદારો દ્વારા તેમને અનેક પ્રસંગોએ શારીરિક ઉત્પીડન કરવામાં આવ્યું છે, સાક્ષી મલિક અને બજરંગ પુનિયા સહિતના ઘણા મોટા કુસ્તીબાજોએ આવા ઘૃણાસ્પદ કૃત્યો સામે અવાજ ઉઠાવવાની હિંમત કરી છે. કેટલાક રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા કુસ્તીબાજોએ માંગ કરી છે કે બ્રિજભૂષણ શરણ સિંહ વિરૂદ્ધ જાતીય સતામણી અંગે તપાસ સમિતિનો રિપોર્ટ સાર્વજનિક કરવામાં આવે.
પ્રથમ તપાસ જરૂરી – તુષાર મહેતા
તુષાર મહેતાએ કહ્યું કે એફઆઈઆર નોંધતા પહેલા પ્રાથમિક તપાસ કરવાની જરૂર છે. મહેતાએ કહ્યું કે એવી કોઈ છાપ ઉભી કરવી જોઈએ નહીં કે કોર્ટ દ્વારા કહેવા છતાં એફઆઈઆર નોંધવામાં આવી નથી. ખંડપીઠે કહ્યું કે દિલ્હી પોલીસ 28 એપ્રિલે કુસ્તીબાજોની અરજી પર સુનાવણી દરમિયાન એફઆઈઆર નોંધવા અંગે પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે છે.
આ પણ વાંચો : First Water Metro to the Country: PM મોદીએ દેશને પ્રથમ વોટર મેટ્રો ભેટમાં આપી, જાણો તેની ખાસિયત – India News Gujarat