સુરત ખાતે વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં આજે સો જેટલી નવી બસોનું એસ.ટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું હતું. લોકોની સુવિધા માટે નવીન આધુનિક બસોનું રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં લીલી જંડી બતાવીને બસોને રવાના કરવામાં આવી હતી.
30 લાખ મુસાફરોને સુવિધા આપવાની તૈયારી
લોકોની સુખાકારી વધારવા અને આરામદાયક સફર કરવા માટે આજે રાજ્યના પરિવહન મંત્રી હર્ષ સંઘવી દ્વારા 100 જેટલી આધુનિક બસોનું લોકાપર્ણ કારવમાં આવ્યું હતું. વિશેષ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ માટેની નવી બસો ફાળવવામાં આવી છે. આગામી દિવસોમાં વધુ 500 જેટલી બસો એસટી નિગમ દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. અધ્યાધુનિક સુવિધા સાથેની બસો મુસાફરો માટે વધુ આરામદાયક મુસાફરી સાબિત થશે. લોકો ઓછામાં ઓછા ખાનગી વાહનોનો ઉપયોગ કરીને એસટીની મુસાફરી કરે તે દિશામાં કામ થઈ રહ્યું છે.
રાજ્ય વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે, દાદાની સવારી એસટી અમારીના સૂત્ર સાથે આગળ વધી રહ્યા છીએ. મુસાફરોને ખૂબ જ સુરક્ષિત મુસાફરી મળી રહે તેના માટે વાહન વ્યવહાર મંત્રાલય દ્વારા સુવિધાઓ આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં રોજના 27 લાખ મુસાફરો એસટીનો લાભ લઇ રહ્યા છે. આગામી દિવસોમાં વધુ બસ મુસાફરો માટે મૂકવામાં આવશે. એસટી વિભાગ દ્વારા આગામી દિવસોમાં 30 લાખ જેટલા મુસાફરો યોગ્ય રીતે મુસાફરી કરી શકે તે માટેની વ્યવસ્થા ગોઠવવામાં આવશે. અત્યાર સુધીમાં માત્ર 13 થી 14 મહિનામાં 1,620 જેટલી બસો રાજ્યના મુસાફરો માટે આપવામાં આવી છે.
ST Bus Launch: વધુ 500 બસો મુસાફરોની માટે દોડશે
વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ એસટી નિગમની 100 નવી બસોનું લોકાર્પણ કર્યું હતું, સિટિંગ, સ્લીપર કોચ અને ડીલક્ષ એક્સપ્રેસ બસોને લીલી ઝંડી આપવામાં આવી હતી. કાર્યક્રમમાં વાહન વ્યવહાર મંત્રી હર્ષ સંઘવી સાથે મંત્રી મુકેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા. સાથે જ ભાજપ શહેર અધ્યક્ષ અને સુરતના મેયર પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, 13 થી 14 મહિનામાં 1620 બસો રાજ્યના નાગરિકોની સુવિધા માટે શરૂ કરાઇ છે, જેમાં 27 લાખ મુસાફરો પ્રતિદિન ST બસમાં મુસાફરી કરે છ,, આવનારા 12 મહિનામાં 30 લાખ યાત્રીઓ બસમાં મુસાફરી કરે તેવો ટાર્ગેટ છે, સામાન્ય નાગરિકોને આ સુવિધાથી પોતાના વાહનોમાં મુસાફરી કરવા માંથી મુક્તિ મળશે અને આરામદાયક રીતે ST બસોમાં તેઓ મુસાફરી કરી શકશે. આગામી દિવસોમાં વધુ 500 બસો મુસાફરોની સુવિધામાં રસ્તા પર દોડશે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Sandeshkhali: CBI કરશે સંદેશખાલી ઘટનાની તપાસ, કોલકત્તા હાઈકોર્ટે આપ્યો આદેશ-INDIA NEWS GUJARAT