Ludhiana Gas Leak: પંજાબના લુધિયાણામાં રવિવારે સવારે એક મોટી દુર્ઘટના થઈ. ગ્યાસપુરા વિસ્તારમાં ઝેરી ગેસ લીક થવાથી 11 લોકોના મોત થયા છે. આવી સ્થિતિમાં, સરકારે મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂપિયાની એક્સ-ગ્રેશિયાની જાહેરાત કરી છે. સરકાર અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને રૂ. 50,000 એક્સ-ગ્રેશિયા અને તમામ જરૂરી તબીબી સહાય પૂરી પાડશે.
વિસ્તાર સીલ કરવામાં આવ્યો હતો
અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડના જવાનોની મદદથી તમામ ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તકેદારી લેતા પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી દીધો છે. હાલ આ કેસની તપાસ ચાલી રહી છે. જોકે આ ઝેરી ગેસ ફેક્ટરી કે ગટરમાંથી લીક થયો છે. તેના વિશે હજુ કંઈ જાણવા મળ્યું નથી.
ઘટના સવારે લગભગ 7 વાગ્યાની છે
ગેસ લીકેજની આ ઘટના સવારે 7 વાગ્યાની આસપાસ બની હતી. લોકોને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી અને કેટલાક લોકોને ઉલ્ટી થવા લાગી. જે બાદ વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. વિસ્તારમાં વિચિત્ર ગંધ આવતા લોકોએ નાક અને મોં ઢાંકી દીધા હતા. એસડીએમ લુધિયાણા વેસ્ટ સ્વાતિએ દુર્ઘટના વિશે કહ્યું, “ચોક્કસપણે આ ગેસ લીકનો મામલો છે. લોકોને બચાવવા માટે NDRFની ટીમો સ્થળ પર હાજર છે અને બચાવ કામગીરી ચાલુ છે.”
સીએમ માને દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને લુધિયાણામાં ગેસ લીકની ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. સીએમ માને કહ્યું, “પોલીસ, પ્રશાસન અને એનડીઆરએફની ટીમો સ્થળ પર હાજર છે. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે.