History Of The Temple: હાથીસાગામ નજીક આવેલ અતિ પૌરાણિક મંદીરમાં ખૂંટાઈમાતા તથા કુંતામાતાની 16 મી સાલગીરી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામા આવી હતી. મંદિરની 16 મી સાલગીરી નિમિત્તે નવચંડી યજ્ઞમા 19 જેટલા ભક્તોએ ભૂદેવોની ઉપસ્થિતિમા શાસ્ત્રોકવિધ સાથે પૂજા અર્ચના કરી હતી. આ પ્રસંગે ઓલપાડ ટાઉન સહિત આજુબાજુના ગામડાઓમાંથી હજારોની સંખ્યામા જનમેદની ઉમટી પડ્યા હતા. બધાએ માતાજીની આરતી અને દર્શન કરી મહાપ્રસાદીનો લાભ લીધો હતૉ.
પેશ્વા કાળથી ખૂંટાઈ માતા બિરાજમાન છે
કહેવાય છે કે ઓલપાડ તાલુકો દરિયા કિનારાને અડીને આવેલ છે અને એક સમયે આ વિસ્તાર હેડંબા વન તરીકે ઓળખાતો હતૉ. આ વિસ્તારમા તેના નગરી તેમજ અતિ પ્રાચીન મહાદેવ મંદિરો પણ આવેલા છે. ત્યારે વાત કરીએ ઓલપાડ-હાથીસા રૉડ પર આવેલ આ મંદીરના ઇતિહાસની. અહિયાં અતિ પ્રાચીન અને પેશ્વા કાળથી ખૂંટાઈ માતા બિરાજમાન છે. કહેવાય છે કે આ વિસ્તારમા પેશ્વા શાસન હતું ત્યારે અહીં હાથી શાળા આવેલી હતી. મૉટી સંખ્યામા અહીંયા હાથી બાંધવામા આવતા હતા. પરંતુ હાથીની ચોરી થઈ જતી હોવાથી પેશ્વા રાજ ચિંતિત હતા . હાથીના ઝુંડને લાકડાના ખૂંટ સાથે બાંધવામા આવતા હતા અને પેશ્વા રાજાએ હાથીની રક્ષા માટે માતાજીની આરાધના કરી હતી. આથી જે ખૂંટ સાથે હાથીઓ બાંધવામા આવ્યા હતા ત્યા માતા સાક્ષાત પ્રગટ થતા અને ખૂંટના કારણે ખૂંટાઈ માતાના નામે પ્રચલિત બન્યા.
History Of The Temple: કુંતા માતા પાંડવોને શોધતા શોધતા અહીં આવ્યા હતા
હાથીસાગામથી માત્ર બે કિલોમીટરના અંતરે ખૂંટાઈ માતાજીનુ મંદીર આવેલું છે. ત્યારે હાથીસાગામે હાથી શાળામા હાથી બાંધવામા આવતા જેથી ગામનુ નામ પણ હાથીસા પડ્યું હતું. ખૂંટાઈ માતાના ગર્ભગૃહ બહાર ગણેશજી અને હનુમાનજી પણ બિરાજ માન છે, સાથે કુંતા માતા પણ સિંહની સવારી પર બીરાજમાન છે. કુંતામાતાનો પણ અનોખો ઇતિહાસ છે. કહેવાય છે કે પાંડવોના સમયમા કુંતા માતા પાંડવોને શોધતા શોધતા અહીં આવ્યા હતા અને અહીં બિરાજમાન થયા હોવાનુ મનાય છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો:
Night Skin Care: રાત્રે સૂતા પહેલા ચહેરા પર દેશી ઘીનો ઉપયોગ કરો, જાણો તેના અદ્ભુત ફાયદા.