Hindu Sangathan Shobhayatra: તાપીનાં વ્યારા ખાતે શ્રી છત્રપતિ શિવાજી મહારાજની 394 મી જન્મ જયંતીની વ્યારા શહેર હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શિવ પૂજન કરીને શ્રી છત્રપતિ શિવાજી મહારાજની ભવ્ય પ્રતિમાં સામે નગરના મુખ્ય માર્ગો પર શોભાયાત્રા યોજી હતી જેમાં નગરના મોટી સંખ્યાનાં ધર્મપ્રિય જનતા હાજર રહી હતી.
Hindu Sangathan Shobhayatra: હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી
ભારત ભૂમિ પર જેમણે હિન્દુ સ્વરાજયની જ્યોત પ્રગટાવી એવા હિન્દુ હૃદય સમ્રાટ છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિતે વ્યારા ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી નગરના દત્ત્તકૃપા સોસાયટી ખાતેથી શ્રી છત્રપતિ શિવાજી મહારાજનું પૂજન કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શોભાયાત્રા નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી શોભાયાત્રામાં નગરના મોટી સંખ્યામાં હિન્દુ પરિવારો જોડાયા હતા.
મોગલ સામ્રાજ્ય સામે બહાદુરીથી લડીને ઇતિહાસ માં અમર થઈ ચૂકેલા હિન્દુ હ્રદય સમ્રાટનું ઉપનામ મેળવી ખ્યાતિ પામેલા છત્રપતિ શિવાજી મહારાજ એક એવા રાજવી હતા જેને હરાવવા માટે મોગલોએ અનેક આક્રમનો કર્યા અને હમેશા હારનો સામનો કરવો પડ્યો હતો એવા મરાઠા રાજવી શિવાજી મહારાજની જન્મ જયંતીએ ઈન્ડિયા ન્યૂઝ તરફથી પણ એમને સતસત નમન.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: