Gangster Deepak Boxer : ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈની ગેંગ સાથે સંકળાયેલા દીપક બોક્સરને પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા દેશમાં લાવવામાં આવ્યો છે. પોલીસ તેની સાથે રાજધાની દિલ્હી પહોંચી છે. દિલ્હી એરપોર્ટ પર ભારે સુરક્ષા વચ્ચે પોલીસ ટીમ દીપક સાથે રવાના થઈ ગઈ છે.
વાસ્તવમાં મંગળવારે દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ ટીમે FBIની મદદથી દીપકને મેક્સિકો નજીકથી પકડ્યો હતો. આ ધરપકડને મોટી સફળતા માનવામાં આવી રહી છે કારણ કે હત્યા, ખંડણી અને રિકવરી જેવા અનેક કેસમાં ફરાર દીપક બોક્સરની પોલીસે ધરપકડ કરી લીધી છે.
નકલી પાસપોર્ટની મદદથી ફરાર
પોલીસના જણાવ્યા અનુસાર, દીપકે મુરાદાબાદથી રવિ એન્ટિલના નામે બનાવટી પાસપોર્ટ મેળવ્યો હતો અને 29 જાન્યુઆરી, 2023ના રોજ કોલકાતાથી ફ્લાઇટ લઈને મેક્સિકો ભાગી ગયો હતો. ફિલહાસ દિલ્હી પોલીસે એફબીઆઈની મદદથી તેની ધરપકડ કરી અને તેને ભારત લાવી.