ભારતીય જનતા પાર્ટીએ લોકસભા ચૂંટણી 2024નું રણશિંગુ વગાડ્યું છે. પાર્ટીએ શનિવારે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી. યાદીમાં 195 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. પ્રથમ યાદીમાં કેરળની 12 બેઠકોની જાહેરાત કરવામાં આવી હતી. પાર્ટીએ કેરળના મલપ્પુરમથી ડો.અબ્દુલ સલામને મેદાનમાં ઉતાર્યા છે. 195 ઉમેદવારોની પ્રથમ યાદીમાં તેઓ એકમાત્ર મુસ્લિમ ઉમેદવાર છે.
28 મહિલાઓને તક મળી
ભાજપની પ્રથમ યાદીમાં 195 નામ સામેલ થયા છે. આ યાદીમાં 34 કેન્દ્રીય મંત્રીઓના નામ છે. જ્યારે 28 મહિલાઓને તક મળી છે. ભાજપની પ્રથમ યાદીમાં 47 યુવા ઉમેદવારો છે જેમની ઉંમર 50 વર્ષથી ઓછી છે. પ્રથમ યાદીમાં 27 નામો અનુસૂચિત જાતિના છે જ્યારે 18 ઉમેદવારો અનુસૂચિત જાતિના છે. જ્યારે 57 નામો અન્ય પછાત વર્ગના છે.
કયા રાજ્યમાંથી કેટલી બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી?
- ઉત્તર પ્રદેશની 51 બેઠકો
પશ્ચિમ બંગાળ – 26 બેઠકો
મધ્યપ્રદેશ-24 બેઠકો
ગુજરાતની 15 બેઠકો
રાજસ્થાનની-15 બેઠકો
કેરળ – 12 બેઠકો
તેલંગાણા – 9 બેઠકો
આસામ-11 બેઠકો
ઝારખંડ -11 બેઠકો
છત્તીસગઢ-11 સીટો
દિલ્હી-5 બેઠકો
જમ્મુ-કાશ્મીર-2 બેઠકો
ઉત્તરાખંડ-3 બેઠકો
અરુણાચલ-1 સીટ
ગોવા-1 બેઠક
ત્રિપુરા-1 બેઠક
આંદામાન-નિકોબાર-1 બેઠક
દમણ અને દીવ-1 બેઠક