HomeSurat NewsYoung Man Killed By Dumper Truck: ધાર્મિક પૂજા કરવા જતા યુવકને ડમ્પરે...

Young Man Killed By Dumper Truck: ધાર્મિક પૂજા કરવા જતા યુવકને ડમ્પરે અડફેટે લીધો, ટ્રાફિક પોલીસ અને RTO દ્વારા કાર્યવાહી નહીં કરતાં બન્યા બેફામ – INDIA NEWS GUJARAT

Date:

Young Man Killed By Dumper Truck: સુરતમાં માતેલા સાંઢની જેમ રસ્તા પર ડમ્પર પુરપાટ ઝડપે દોડતાં હોય છે. ત્યારે પાંડેસરા વિસ્તારમાં આવેલા પ્રેમનગરમાં દરગાહનું ઉર્ષ હોવાથી ગયેલા યુવકને ડમ્પરે અડફેટે લેતા મોત નીપજ્યું હતું. યુવકના મોતથી પરિવારે એકનો એક આધાર ગુમાવતાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

બેફામ બનેલા ભારી વાહન ચાલકો રોજ લઈ રહ્યાછે ભોગ

હજી ગઈ કાલે નવ પરણિત યુગલને ટ્રકે અડફતે લેતા મહિલાનું મોત નિપજવાની ઘટના બની હતી એની સાહી સુકાય નથી ત્યાં વધુ એક અકસ્માતની ઘટના બનતા સુરત ટ્રાફિક પોલીસ અને આરટીઓ ની કામગીરીના સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે આજે બનીલી ઘટનમાં પાંડેસરામાં ડમ્પર ચાલકે યુવકને અડફેટે લેતા મોત નીપજ્યું હતું. 17 વર્ષીય શોહેલ અંસારી ગેબનશાહ બાબાની દરગાહમાં દર્શન કરવાં જતો હતો. આ સમયે રસ્તો ક્રોસ કરતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પર ચાલકે કચડી નાખતા યુવકનું મોત નીપજ્યું હતું. અકસ્માતને લઈને પાંડેસરા પોલીસે ડમ્પર ચાલકની ધરકડ કરી હતી. મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી છે.

Young Man Killed By Dumper Truck: ડમ્પર અડફતે પરિવારે ગુમાવ્યો એકનો એક આધાર

મૃતકના સંબંધી જબ્બાર પટેલએ કહ્યું કે, આ મારા સાઢુનો દીકરો હતો. 17 વર્ષનો હતો. અભ્યાસ નહોતો કરતો. પરંતુ વેલ્ડિંગના કામકાજથી બે પૈસા કમાતો હતો. પરિવારે એકના એક આધારને ગુમાવી દીધો છે. ત્યારે અમારી ન્યાયની સાથે આ પરિવાર માટે મદદરૂપ થવાય તેવી માગ છે. પોલીસની અને આરટીઓ વિભાગની નિષ્ક્રિયતા અને ઢીલી નીતિ ને કારણે શહેરમાં પ્રતિબંધિત સમયે પણ ભારે વાહનો બેફામ બનીને દોડતા હોય છે અને આવા વાહન ચાલકો વિરુદ્ધ સખ્ત કાર્યવાહી કરવામાં આવે અને પ્રતિબંધનો ચુસ્ત રીતે પાલન કરવામાં આવે તો કદાચ આવા અકસ્માતોના કિસ્સા ચોક્કસ રોકી શકાય એમ છે.

તમે આ પણ વાંચી શકો છો:

Indo-UAE Relations: ઇકોનોમિક કોરિડોર અને રોકાણ માટે ડીલ

તમે આ પણ વાંચી શકો છો:

Bharat Jodo Nyay Yatra: રાહુલ ગાંધી કોંગ્રેસને ન બચાવી શક્યા

SHARE

Related stories

CHILD OBESITY : આ રીતે બાળકોના આહાર પર નિયંત્રણ રાખો

INDIA NEWS GUJARAT : નાની ઉંમરે બાળકોમાં સ્થૂળતાની સમસ્યા...

SWEET TOOTH : જાણો ગડ્યું ક્યારે ખાવું અને ક્યારે ન ખાવું

INDIA NEWS GUJARAT : મીઠો ખોરાક દરેકને પસંદ હોય...

STRESS CAUSE PAIN : તણાવ બની શકે છે તમારી ગરદનના દુખાવાનું કારણ

INDIA NEWS GUJARAT : આધુનિક જીવનશૈલીમાં ગરદનનો દુખાવો એક...

Latest stories