World’s largest office building Diamond Bourse: વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્સમાં વેપાર ધંધાની શરૂઆત થઈ. દશેરાના શુભ દિવસે સુરત ડાયમંડ બુર્સમાં 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયા બાદ 21મી નવેમ્બરને મંગળવારના શુભદિવસથી 135 વેપારીઓ દ્વારા વિધિવત રીતે ડાયમંડ વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે.સુરત ડ્રિમસિટી ખાતે સાકાર થયેલ સુરત ડાયમંડ બુર્સ એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ છે. India News Gujarat
વિશ્વના હીરા વેપારીઓની સુરત ડાયમંડ બુર્સ પર નજર છે. ત્યાર હવે સુરત ડાયમંડ બુર્સમાં વિવિધત રીતે વેપાર થવાની શરૂઆત થઈ ગઈ છે. ભવ્યાતિભવ્ય રીતે તૈયાર કરવામાં આવેલા આ આઈકોનિક સુરત ડાયમંડ બુર્સમાં 21મી નવેમ્બરથી 135 હીરા વેપારીઓ દ્વારા ડાયમંડના વેપારના શ્રીગણેશ કરવામાં આવ્યા છે. 135 વેપારીઓ પૈકી 26 ડાયમંડ વેપારીઓ મુંબઈથી સુરતમાં કાયમી શિફ્ટ થયા છે. અને મુંબઈ સ્થિત તેઓની ઓફિસો બંધ કરીને સુરત ખાતે ઓફિસ શરૂ કરાય છે. સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શરૂ થાય તે પહેલા 20મી નવેમ્બરના રોજ એસબીઆઈ દ્વારા ડાયમંડ બુર્સની અંદર બેન્કનું ઉદ્દઘાટન કરી કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સુરત ડાયમંડ બુર્સના ચેરમેન વલ્લભ લખાણી, પ્રમુખ નાગજી સાકરિયા અને મિડિયા કમિટીના કન્વિનર દિનેશ નાવડિયાએ કહ્યું હતું કે, સુરત ડાયમં બુર્સની શરૂઆત થઈ રહી છે, હીરા સહિત અન્ય વેપાર સાથે જોડાયેલા લોકોમાં પણ સુરત ડાયમંડ બુર્સ શરૂ થાય તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે, હવે લોકોની આતુરતાનો અંત થયો છે. 21મી નવેમ્બરને મંગળવારના રોજ સુરત ડાયમંડ બુર્સમાં વિધિવત રીતે વેપારની શરૂઆત થઈ ગઈ છે. ત્યાર બાદ 17મી ડિસેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડાયમંડ બુર્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. દશેરાના દિવસે 983 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થયું હતું. ત્યાર બાદ છેલ્લાં 20 દિવસથી રોજ 20થી 25 ઓફિસોમાં કુંભઘડાનું સ્થાપન થઈ રહ્યું છે.’ ત્યારે હવે વડાપ્રધાનની હાજરીમાં આ વિશ્વના સોથી મોટા ઓફિસ બિલ્ડિંગનું ઉદ્ઘાટન થાય એની સૌકોઈ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચો: World Television Day: આજે છે વર્લ્ડ ટેલિવિઝન દિવસ, જાણો શા માટે છે આ દિવસ ખાસ – India News Gujarat