HomeSurat NewsWomen's Day 2024: વિદ્યાર્થિનીઑ કઈ રીતે દેશ સેવા કરી શકે એની સમજ...

Women’s Day 2024: વિદ્યાર્થિનીઑ કઈ રીતે દેશ સેવા કરી શકે એની સમજ અપાય – INDIA NEWS GUJARAT

Date:

Women’s Day 2024: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ સુરત શહેરમા વીએનએશજીયુ ખાતે નારી સશક્તિકરણનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થિનીઓ સાથે આશ્રમ પરંપરાના સંસ્થાપક પુષ્કર મિશ્રએ વાતચીત કરી હતી. અને અનેક મુદ્દે મહિલાઓને જાગૃતિ આવે એમતે વાર્તાલાપ યોજાયો હતો.

મુખ્ય વક્તા ડો.પુષ્કર મિશ્રા દ્વારા માર્ગદર્શન આપાયું

મહિલા દિન ના ઉપલક્ષમાં સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ડો.પુષ્કર મિશ્રા ઉપસ્થિત રહ્યા હતા. ડો.પુષ્કર મિશ્રએ વિદ્યાર્થીનીઓ સાથે વાતચીત દરમ્યાન મુખ્ય મુદ્દાઓ જેમ કે મહિલાની શક્તિ, રાજ ધર્મ અને મહિલાઓનું સમાજમાં અસ્તિત્વ જેવા અનેક પરિબળોની ચર્ચા કરી હતી. ડો.પુષ્કર મિશ્ર સાથે તેમનાં સહયોગી એવા રાજા ભદૌરિયા, અનીસ સંસ્થાના સંસ્થાપક ગીતા શ્રોફ, યશોધરાભટ્ટ કે જેઓ યુનિવર્સીટીમાં કો ઓર્ડીનેટર ડિપાર્ટમેન્ટ ઓફ લો માં ફરજ બજાવે છે અને નિયતી વીજ કે જેઓ કો ઓર્ડીનેટર છે યુવા ટીમમાં.

આ તમામ લોકો આ પ્રોગ્રામમાં હાજર રહ્યા હતા અને ત્યાં હાજર આશરે 200 જેટલી વિધાર્થીનીઓને માર્ગદર્શન આપ્યું હતું. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસને લઈ સુરત શહેરમા વીએનએશજીયુ ખાતે નારી સશક્તિકરણનું આયોજન કરવામા આવ્યું હતુ. જેમાં વિદ્યાર્થિનીઓ સાથે આશ્રમ પરંપરાના સંસ્થાપક ડો. પુષ્કર મિશ્રએ વાતચીત કરી હતી. અનેક સમસ્યાઓ અને એને નિવારણ વિષે વિસ્તૃત રીતે વિદ્યાર્થિનીવન માર્ગદર્શન આપ્યું હતું.

Women’s Day 2024: મહિલા સશક્તિકરણ વિષે વ્યાખ્યાન યોજાયુ

સુરત શહેરમા વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સીટી ખાતે ના ગર્લ્સ હોસ્ટેલની લાયબ્રેરીમાં નારી સશક્તિકરણનું આયોજન કરાયુ હતું જેમા મોટી સંખ્યામાં યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. નારી સશક્તિકરણના આ કાર્યક્રમમાં એક દીકરી કે એક સ્ત્રી કઈ રીતે પરિવારની સાથે સાથે દેશપણ ચલાવી શકે છે તેની માહિતી આપી હતી. વધુમાં ડો. પુષ્કર મિશ્ર એ જણાવ્યું હતું આજે દેશની મોટા ભાગની મહિલાઓ વિવિધ ક્ષેત્રે તેમનું આગવું સ્થાન ધરાવે છે જે જોઈ એવું લાગે છેકે મહિલાઓ ભારતમાં કેટલી મજબૂત સ્થિતિમાં છે.

બીજી તરફ અનિસના સંસ્થાપક ગીતા શ્રોફે પણ આ વિદ્યાર્થીની ઓને સંબોધતા કહ્યું હતું હતું કે રાજકીય ક્ષેત્રે મહિલાઓ આગળ છે પરંતુ આજે પણ ક્યાંક ને ક્યાંકતે મહિલાઓને તેમના પતિ, પિતા કે ભાઈ ચલાવતા હોય છે. ત્યારે આપડે એટલું સશક્ત થવું છે કે આપડે પોતે કોઈ પણ નિર્ણય લઈ શકીએ.

તમે આ પણ વાંચી શકો છો:

Tanya Singh Case Update : IPL ક્રિકેટરની પોલીસ દ્વારા 4 કલાક પૂછપરછ, તાનિયા સિંહ આત્મહત્યા કેસમાં ક્રિકેટરની પૂછપરછ – India News Gujarat

તમે આ પણ વાંચી શકો છો:

Sandeshkhali: CBI કરશે સંદેશખાલી ઘટનાની તપાસ, કોલકત્તા હાઈકોર્ટે આપ્યો આદેશ-INDIA NEWS GUJARAT

SHARE

Related stories

Latest stories