Woman Killed In Lover’s Spat: સુરત કતારગામ વિસ્તારમાં પ્રેમી દ્વારા પ્રેમિકાને કેરોસીન છાંટી સળગાવી દેતા પ્રેમિકાનું ઘટના સ્થળેજ મોત નિપજ્યું હોવાની ચકચારિત ઘટના સામે આવી છે. પ્રેમિકા પ્રેમી સાથે સંબંધ રાખવા નહીં માંગતી હોય પ્રેમી આ રીતે જીવતી સળગાવી દઈને ઘટનાને અંજામ આપ્યો હતો.
પ્રેમીએ પ્રેમિકાને કેરોસીન છાટી કરી હત્યા
સુરતના કતારગામ વિસ્તારમાં લલિતા ચોકડી પાસે મોડી રાત્રે એક મહિલાની કેરોસીન છાંટી સળગાવી દેવામાં આવી હતી સમગ્ર ઘટનાની જાણ સ્થાનિકોને જાણ થતા લોક ટોળા ઘટના સ્થળે દોડી આવ્યા હતા મહિલાની સળગેલી લાશ જોતા સૌ હાજર લોકો ધ્રુજી ઉઠ્યા હતા સમગ્ર ઘટનાની જાણ કતારગામ પોલીસને કરતા ઊચ્ચ અઘિકારી સહીતનો કાફલો ઘટના સ્થળે પોહચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. તપાસમાં મૃત્યુ પામનારા મહિલા ૫૦ વર્ષીય હતી અને જેનું નામ રાધા છે જેટલી માહિતી બહાર આવી હતી પ્રેમીની કતારગામ પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી હતી આરોપી શંભુ નામક ઇસમ રાધા સાથે ઘણા સમયથી પ્રેમ સબંધમાં હતો પરંતુ રાધાનું અન્ય ઇસમ સાથે પ્રેમ સબંધ હોવાની શંભુને શંકા હતી જેને લઇ શંભુએ રાધાને કેરોસીન છાંટી મોતને ઘાટ ઉતારી હતી.
Woman Killed In Lover’s Spat: મહિલા અન્ય સાથે પ્રેમ સબંધ હોવાની શંકામાં હત્યા
પ્રેમિકાને સળગાવી દીધા બાદ આરોપી પ્રેમી શંભુ નજીકમાં આવેલા એક મહાદેવના મંદિરમાં છુપાઈ ગયો હતો. પોલીસે મહાદેવ મંદિરમાંથી શંભુને પકડી પાડ્યો હતો. પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મરણ જનાર અને આરોપી વચ્ચે આઠ વર્ષથી પ્રેમ સંબંધ હતો. બે દિવસ પહેલા રાધાના કોઈ અન્ય સાથે આડા સંબંધ હોવાની આશંકામાં ઝઘડો પણ થયો હતો. જેના ઉશ્કેરાટમાં આરોપીએ આ પગલું ભરી લીધું હોવાની શંકા છે અને આરોપીને ઝડપી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
તમે આ પણ વાંચી શકો છો:
તમે આ પણ વાંચી શકો છો: